fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રીય મહિલા આયોગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવેદનની આકરી નિંદા કરીવાંધાજનક ટિપ્પણી માટે નીતીશ કુમારે દેશભરની મહિલાઓની માફી માંગવી જાેઈએ : રાષ્ટ્રીય મહિલા આયોગ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિધાનસભામાં મહિલાઓ અંગેના તેમના વિચિત્ર નિવેદનને લઈને ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નીતિશ કુમારના નિવેદનની આકરી નિંદા કરી છે. મહિલાઓની પ્રજનન ક્ષમતા, શિક્ષણ અને તેમને આ દેશની વસ્તી સાથે જાેડવા અંગે વિધાનસભામાં નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલા નિવેદન સામે પંચે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય મહિલા આયોગે નીતીશ કુમારના નિવેદનને અસંવેદનશીલ ગણાવ્યું અને મુખ્યમંત્રીને માફી માંગવા કહ્યું છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટિ્‌વટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે હું વિધાનસભાને સંબોધિત કરતી વખતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અપમાનજનક ભાષાની સખત નિંદા કરું છું. તેમણે તરત જ માફી માંગવી જાેઈએ!.. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા રાજ્ય વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે કેવી રીતે શિક્ષિત મહિલા તેના પતિને સબંધ બનાવતા રોકી શકે છે.

દિલ્હી મહિલા આયોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉનું ટિ્‌વટર) પર પોસ્ટ કરીને કહ્યું કે આવા નિવેદનો મહિલાઓ અને તેમના પસંદગીના અધિકારો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. બિહારના મુખ્યમંત્રીએ આ અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ માટે દેશભરની મહિલાઓની માફી માંગવી જાેઈએ. તેમણે કહ્યું કે મહિલા આયોગના અધ્યક્ષ તરીકે આ દેશની દરેક મહિલા વતી હું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તાત્કાલિક અને સ્પષ્ટ માફીની માંગ કરું છું. એસેમ્બલીમાં તેમની અભદ્ર ટિપ્પણી ગરિમા અને સન્માનનું અપમાન છે. જેની દરેક મહિલા સન્માનને લાયક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/