fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે ‘ડાર્ક પેટર્ન’ પર પ્રતિબંધ લગાયો,CCPAએ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યુંનવી માર્ગદર્શિકા ગ્રાહકોનું હિત સાચવશે ઃ CCPA

ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ‘ડાર્ક પેટર્ન’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીઓ અથવા ઉદ્યોગપતિઓ ડાર્ક પેટર્ન દ્વારા ગ્રાહકોને છેતરવાનો અથવા તેમના વર્તન અથવા પસંદગીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી હોવાના કિસ્સા ધ્યાન ઉપર આવે છે. સેન્ટ્રલ કન્ઝ્‌યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ૩૦ નવેમ્બરે ડાર્ક પેટર્ન પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઈન્સ માટે આ સંદર્ભમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું..

આ નોટિફિકેશન ભારતમાં માલસામાન અને સેવાઓ અને જાહેરાતકર્તાઓ અને વિક્રેતાઓ ઓફર કરતા તમામ પ્લેટફોર્મ પર પણ લાગુ પડે છે. ડાર્ક પેટર્ન વિષે જણાવીએ, ડાર્ક પેટર્ન એ એક માર્ગ છે જેના દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કોઈ પ્રોડક્ટ સર્ચ કરો છો ત્યારે તેની કિંમત એક વસ્તુ દેખાય છે પરંતુ જેવા તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો છો ત્યારે કિંમત અલગ હોય છે…

નવી માર્ગદર્શિકા અનુસાર ડાર્ક પેટર્નનો આશરો લેવો એ ઉપભોક્તા અધિકારોનું ઉલ્લંઘન હશે. આને ભ્રામક જાહેરાત અથવા અયોગ્ય વેપાર પ્રથા તરીકે ગણવામાં આવશે. આમ કરવા બદલ ગ્રાહક સુરક્ષા કાયદાની જાેગવાઈઓ મુજબ દંડ વસૂલવામાં આવશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે પીટીઆઈને જણાવ્યું હતું કે, “જેમ જેમ ઈ-કોમર્સ વધતું જાય છે તેમ, ગ્રાહકોને તેમની ખરીદીની પસંદગીઓ અને વર્તનમાં છેડછાડ કરીને ગેરમાર્ગે દોરવા માટે પ્લેટફોર્મ દ્વારા ડાર્ક પેટર્નનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે છે”..

તેમણે કહ્યું કે સૂચિત માર્ગદર્શિકા તમામ હિસ્સેદારો – ખરીદારો, વિક્રેતાઓ, બજારો અને નિયમનકારોને સ્પષ્ટતા લાવશે કે અયોગ્ય વેપાર પ્રવૃત્તિઓ તરીકે શું સ્વીકાર્ય છે અને શું નથી. આનું ઉલ્લંઘન કરનારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જવાબદાર ગણવામાં આવશે. સેન્ટ્રલ કન્ઝ્‌યુમર પ્રોટેક્શન ઓથોરિટી (ઝ્રઝ્રઁછ) એ આ અઠવાડિયે ‘ડાર્ક પેટર્ન પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઈન્સ’ જાહેર કરી છે. આ સાથે હવે આ માર્ગદર્શિકાને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. આ ગેઝેટ સૂચનાઓ દેશની અંદર માલસામાન અને સેવાઓ પ્રદાન કરતા તમામ પ્રકારના પ્લેટફોર્મ પર લાગુ થશે. આ સ્ટોકિસ્ટ અને એડવર્ટાઇઝર્સને પણ લાગુ પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/