fbpx
રાષ્ટ્રીય

મધ્ય કોંગોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી ૨૨ લોકોના મોત

મધ્ય કોંગોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા છે. જેમાં એક જ પરિવારના ૧૦ લોકો સામેલ છે, એક સ્થાનિક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી. પ્રાંતીય ગવર્નર જ્હોન કાબેયાએ જણાવ્યું હતું કે, કસાઈ સેન્ટ્રલ પ્રાંતના કનાંગા જિલ્લામાં કલાકો સુધી ચાલેલા વરસાદે અનેક મકાનો ધરાશાયી કર્યા હતા. તેમણે કહ્યું કે બચી ગયેલાઓની શોધ માટે બચાવ પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે શરૂઆતમાં નોંધાયેલા ૧૭ મૃત્યુ સિવાય, મંગળવારે વધુ પાંચ મૃત્યુની પુષ્ટિ થઈ છે. કાબેયાએ જણાવ્યું હતું કે દિવાલ ધરાશાયી થતાં ૧૦ લોકોના મોત થયા હતા, જે બિકુકુમાં એક જ પરિવારના તમામ સભ્યો હતા. એનજીઓ હેન્ડ ઇન હેન્ડ ફોર ઇન્ટિગ્રલ ડેવલપમેન્ટના કન્ટ્રી ડાયરેક્ટર નથાલી કમ્બલાના જણાવ્યા અનુસાર પૂરને કારણે ભારે નુકસાન થયું છે.. કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે કોંગોના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં વારંવાર પૂર આવે છે. મે મહિનામાં, પૂર્વી કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં રાતોરાત મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં ૪૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. કાબેયાએ જણાવ્યું હતું

કે આ વખતે પૂરમાં જે બાંધકામોને નુકસાન થયું છે તેમાં કાનંગાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ ટેક્નૉલૉજી, તેમજ એક ચર્ચ અને એક મુખ્ય રસ્તો છે જે કાપી નાખવામાં આવ્યો છે, તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવશે. રવિવારે મોડી રાત્રે પૂર્વી કોંગોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા અને ૨૦ લોકો ગુમ થયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/