fbpx
રાષ્ટ્રીય

રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી હાજર રહેશે

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. તે દરમિયાન, એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના અધ્યક્ષ જેપી નડ્ડા અને રામ મંદિર આંદોલનના ચહેરા લાલકૃષ્ણ અડવાણી ૨૨ જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આ માહિતી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના સ્વયંસેવકો કૃષ્ણ ગોપાલ અને રામ લાલ, આલોક કુમાર બુધવારે લાલકૃષ્ણ અડવાણીને મળ્યા અને તેમને રામ મંદિર “પ્રાણ પ્રતિષ્ઠા” સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. આલોક કુમારનું કહેવું છે કે લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની મુલાકાત દરમિયાન તમામ જરૂરી તબીબી સુવિધાઓ અને અન્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ ભવ્ય મંદિરનું ઉદ્‌ઘાટન કરશે અને રામલલ્લાની મૂર્તિની સ્થાપનામાં ભાગ લેશે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે જ સમયે, મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. ઈન્ડિયા ગઠબંધનમાં ઘણા ઘટક પક્ષોએ અયોધ્યા જવાની ના પાડી દીધી છે. તે જ સમયે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમમાં હાજરી આપવા અંગે મૌન જાળવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ “પ્રાણ પ્રતિષ્ઠા” સમારોહ માટેના આમંત્રણને ‘અસ્વીકાર’ કર્યો છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉજવણી ૧૬ જાન્યુઆરીથી શરૂ થશે અને સાત દિવસ સુધી ચાલશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ૨૨ જાન્યુઆરીએ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાને બિરાજવાનો ર્નિણય લીધો છે. અયોધ્યામાં રામલલ્લાના “પ્રાણ પ્રતિષ્ઠા” સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા ૧૬ જાન્યુઆરીએ શરૂ થશે. વારાણસીના પૂજારી લક્ષ્મીકાન્ત દીક્ષિત રામલલ્લાની વિધિની મુખ્ય વિધિ કરશે. અયોધ્યામાં ૧૪ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યામાં ભારતના લોકો માટે મહાન આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. પીએમ મોદીએ લોકોને ૨૨ જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા અને દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. તેમણે લોકોને કહ્યું કે ૨૨ જાન્યુઆરીની સાંજે જગમગતી હોવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/