fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીના પોલીસ સામે રોષે ભરાઈ લખનઉ એરપોર્ટ પર ધરણા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અમૌસી એરપોર્ટની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ધરણા પર બેસી ગયા હતા. લખનઉ પોલીસની કાર્યશૈલી સામે વિરોધ વ્યક્ત કરવા માટે પ્રહલાદ મોદીએ આ પગલું ભર્યું હતું. અહેવાલો અનુસાર પોતાના ૧૦૦ જેટલા સમર્થકોને પોલીસે પકડી લેત નારાજ મોદી ધરણા પર બેસી ગયાં હતાં એટલું જ નહીં પોતાના કાર્યકરોને તત્કાળ છોડી દેવામાં માટે તેમણે ઉપવાસ ઉપર ઊતરી જવાની પણ ધમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે લખનઉ પોલીસ અમને જણાવે કે કોના આદેશ પર કાર્યકરોને પકડી લેવામાં આવ્યા છે. જાે ઉપરથી આદેશ હોય તો તે આદેશ પણ બતાવવામાં આવે.

પ્રહલાદ મોદીના જણાવ્યા અનુસાર ચાર ફેબ્રુઆરીએ સુલતાનપુરમાં, પાંચ ફેબ્રુઆરીએ બોનપુરમાં અને છઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રતાપગઢમાં તેમનો કાર્યક્રમ હતો તેના માટે થઇને તેઓ લખનઉ એરપોર્ટ પર આવ્યા હતાં. લખનઉ પહોંચ્યા બાદ તેમને જાણકારી મળી હતી કે તેમના સ્વાગત માટે જે કાર્યકરો આવ્યા હતાં તેમને પોલીસે પકડી લીધા હતા. પોતાના સમર્થકોની ધરપકડ બાદ તેમણે પોલીસ વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રહલાદ મોદી અને તેમના કેટલાક સમર્થકો દ્વારા પોલીસ ખાતામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે આંગળી ચિંધવામાં આવી હતી તો બીજી તરફ પોલીસની તાનાશાહી નહીં ચલાવી લેવાય તેવા પણ સૂત્રોચ્ચાર એરપોર્ટ ઉપર જ કરવામાં આવ્યા હતા.

પ્રહલાદ મોદી અને તેમના કેટલાક સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરાતા પોલીસ તંત્ર પણ સક્રિય થયું હતું. લખનઉના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મુદ્દે નોંધ લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું કરાયું હતું. પોલીસ અધિકારીઓ આવીને પ્રહલાદ મોદીને મળ્યા હતા અને તેમને ધરણા બંધ કરવા વિનંતી કરી હતી. બીજી તરફ પોતાના સમર્થકોને છોડી દેવાતા તેમણે ધરણા અટકાવ્યા હતા અને મામલો થાળે પડયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/