fbpx
રાષ્ટ્રીય

કાશ્મીરના અનંતનાગમાં પૂર્વ સીએમની કારને અકસ્માત નડ્યો, સલામત રીતે બચી ગયા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં થયો હતો. જાેકે, તે આ અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમની અંગત સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઁડ્ઢઁ)ના મીડિયા સેલે આ દુર્ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે ઁડ્ઢઁ ચીફ મહેબૂબા મુફ્તીની કાર આજે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેમના સુરક્ષા અધિકારીઓ કોઈ ગંભીર ઈજા વિના સલામત રીતે બચી ગયા હતા.

અકસ્માત અંગે, અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડીપી વડા મહેબૂબા મુફ્તી ગુરુવારે માંડ માંડ બચ્યા હતા કારણ કે તે જે કારમાં મુસાફરી કરી રહી હતી તે અનંતનાગ જિલ્લાના સંગમ ખાતે અકસ્માતનો ભોગ બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીની કાર સંગમમાં અન્ય વાહન સાથે અથડાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ખાનબલ આગની ઘટનાના પીડિતોને મળવા માટે રવાના થયા હતા. આ અકસ્માતમાં તેમને કોઈ ઈજા થઈ ન હતી. જાે કે તેમની અંગત સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ હતી. કાર અકસ્માત હોવા છતાં, પીડીપી વડા પૂર્વ આયોજિત પ્રવાસ સાથે આગળ વધ્યા. પાર્ટીના પ્રવક્તાએ દુર્ઘટના વિશે જણાવ્યું કે મહેબૂબા સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા નથી.

બે દિવસ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ખાનબલ વિસ્તારની બોટ કોલોનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ડઝનેક ઘર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. અધિકારીઓએ મંગળવારે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું કે આગ સવારે લગભગ ૩ વાગ્યે એક બિલ્ડિંગમાં લાગી હતી અને પછી તે ધીમે-ધીમે અન્ય ઈમારતોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ઓછામાં ઓછા ૧૩ પરિવારોના ઘરોને ભારે નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણે ઘરોને ભારે નુકસાન થયું છે, પરંતુ આ દુર્ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી. સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે પીડિત પરિવારોને વળતર આપવું જાેઈએ. આ લોકોની માંગ છે કે, “આ કડકડતી ઠંડીમાં સરકારે પરિવારોને વળતર આપવું જાેઈએ અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવા જાેઈએ.” આગની ઘટના બાદ અનંતનાગના ડેપ્યુટી કમિશનર સૈયદ ફખરુદ્દીન હમીદે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિવારોને જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/