fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

પાકિસ્તાનમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓ બાદથી રાજકારણ સતત ગરમ થઈ રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઈમરાન ખાનના સમર્થકો હલ્લા બોલ કરી રહ્યા છે. સામાન્ય ચૂંટણીમાં કથિત ધાંધલધમાલને લઈને ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કથિત ધાંધલધમાલના વિરોધમાં પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના સમર્થકોએ દેશભરના વિવિધ શહેરોમાં પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.

પાકિસ્તાનના એક અખબારે રવિવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે લાહોરમાં, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો શનિવારે લાહોર પ્રેસ ક્લબ અને પાર્ટીના જેલ રોડ કાર્યાલયની બહાર તેમનો વિરોધ નોંધાવવા માટે એકઠા થયા હતા. દેખાવકારોએ તેમના જનાદેશની ચોરી કરવાના નારા લગાવ્યા હતા. તેમણે માંગણી કરી હતી કે જે આદેશ ચોરવામાં આવ્યો છે તે પુનઃસ્થાપિત કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકીય પક્ષોના પોલિંગ એજન્ટોની દેખરેખ હેઠળ મતદાન મથકો પર તૈયાર કરવામાં આવેલા ફોર્મ ૪૫ મુજબ મત ગણતરીના આધારે સુધારેલા પરિણામો મંગાવવા જાેઈએ. દ્ગછ-૧૨૮ માટે ઁ્‌ૈં સમર્થિત ઉમેદવાર, સલમાન અકરમ રાજાની ધરપકડ કરીને રેસકોર્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને બાદમાં છોડી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ફરતી વીડિયો ક્લિપ્સમાં, પોલીસકર્મીઓ વકીલને ખેંચતા જાેવા મળે છે કારણ કે તે જેલ રોડ પર પીટીઆઈ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યો હતો.

કાર્યકર્તાઓનું કહેવું છે કે પંજાબના ઘણા શહેરોમાં પ્રદર્શનકારીઓ એકઠા થાય તે પહેલા જ પોલીસ વિરોધ સ્થળ પર પહોંચી ગઈ અને પાર્ટીના ઘણા નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકોની ધરપકડ કરી લીધી. તેઓ વૃદ્ધ લોકો અને મહિલાઓને ખેંચી ગયા. પાકિસ્તાનના એક ખાનગી પોર્ટલના અહેવાલમાં જણાવાયું છે કે પાર્ટીના સ્થાપક ઈમરાન ખાનના કોલ પર એકત્ર થયેલા પીટીઆઈ કાર્યકર્તાઓ અને સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પેશાવર અને ખૈબર પખ્તુનખ્વાના અન્ય વિસ્તારોમાં, નવા ચૂંટાયેલા સાંસદો સહિત પીટીઆઈ કાર્યકરોએ રેલીઓ યોજી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/