fbpx
રાષ્ટ્રીય

“હવે તો વિપક્ષ પણ કહે છે NDA સરકાર ૪૦૦ પાર” : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી

ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનુ રવિવારે સમાપન થયુ. દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં તેનું આયોજન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ સમાપન સત્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યુ આ મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. હું એમને અનેકવાર મળ્યો છુ. હજુ થોડા મહિના પહેલા મે મારા નિયત કાર્યક્રમને બદલ્યો અને સવાર-સવારમાં તેમને મળવા પહોંચી ગયો હતો. ત્યારે ખબર ન હતી કે હું તેમને ફરી ક્યારેય મળી નહીં શકુ. આજે સમગ્ર દેશવાસી તરફથી સંત શિરોમણી આચાર્ય ૧૦૮ પૂજ્ય વિદ્યાસાગર મહારાજને શ્રદ્ધાપૂર્વક આદર નમન કરતા શ્રદ્ધાંજલિ આપુ છુ. આટલુ બોલતા પીએમ મોદીનું ગળુ ભરાઈ આવ્યુ અને ભાવુક થઈ ગયા થોડીવાર માટે તેમનુ સંબોધન પણ અટકાવી દીધુ હતુ. પીએમ મોદીએ આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓમાં જાેશ ભરતા કહ્યુ ભાજપના કાર્યકર્તાઓ વર્ષના એકે એક દિવસ, ૨૪ કલાક દેશની સેવામાં લાગેલા છે. પરંતુ હવે આગામી ૧૦૦ દિવસ નવી ઉર્જા, નવી ઉમંગ, નવા ઉત્સાહ, નવો વિશ્વાસ અને નવા જાેશ સાથે કામ કરવાનું છે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે ૧૮ ફેબ્રુઆરી છે અને આ સમયમાં જે યુવાનો ૧૮ વર્ષના પડાવ પર પહોંચ્યા છે. તેઓ દેશની ૧૮મી લોકસભાની ચૂંટણી કરવાના છે. આગામી ૧૦૦ દિવસ આપણે સહુએ લાગી જવાનુ છે. દરેક નવા મતદાતા. દરેક લાભાર્થી, દરેક વર્ગ, સમાજ, પરંપરા સહુની પાસે પહોંચવાનું છે. આપણે સહુનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે. જ્યારે સહુનો પ્રયાસ હશે તો દેશની સેવા માટે સૌથી વધુ સીટો ભાજપને મળશે. આ બે દિવસોમાં જે ચર્ચા અને વિચાર વિમર્શ થયા છે. એ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણા સંકલ્પને વધુ દૃઢ કરનારી વાતો છે. પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતે જે ગતિ હાંસલ કરી છે. મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવાનો જે ર્નિણય કર્યો છે. તે અભૂતપૂર્વ છે. ભારત આજે દરેક ક્ષેત્રમાં જે ઉંચાઈ હાંસિલ કરી છે તેણે દરેક દેશવાસીને એક મોટા સંકલ્પ સાથે જાેડી દીધુ છે. આ સંકલ્પ છે વિકસીત ભારતનો. હવે દેશ ન તો નાના સપના જાેઈ શકે છે ન તો નાના સંકલ્પ લઈ શકે છે. સપના પણ વિરાટ હશે અને સંકલ્પ વિરાટ હશે. આ અમારુ સપનુ પણ છે અને સંકલ્પ પણ છે કે અમે ભારતને વિકસીત કર્યુ છે. તેમણે કહ્યુ આજે વિપક્ષના નેતા પણ દ્ગડ્ઢછ સરકાર ૪૦૦ પારના નારા લાગાવી રહ્યા છે અને દ્ગડ્ઢછને ૪૦૦ પાર કરાવવા માટે ભાજપ ૩૭૦નો માઈલસ્ટોન પાર કરવો પડશે. પીએમ મોદીએ કહ્યુ અમે તો છત્રપતિ શિવાજીને માનનારા લોકો છીએ. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો તો તેમણે એવુ ન વિચાર્યુ કે સત્તા મળી ગઈ તો ચાલો તેનો આનંદ લો. તેમણે મિશન જારી રાખ્યુ. હું મારા સુખ-વૈભવ માટે જીવનારો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ, સત્તા માટે નથી માગી રહ્યો. હું રાષ્ટ્રનો સંકલ્પ લઈને નીકળેલો વ્યક્તિ છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/