fbpx
રાષ્ટ્રીય

આસામ સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સદીઓ જૂના આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ ૧૯૩૫ને રદ કરવાનો ર્નિણય લીધો છે. શુક્રવારે આસામ કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. આસામમાં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આ એક મોટું અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી સરમાના આ પગલાને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તરફનું પહેલું પગલું ગણાવ્યું છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ મીડિયાને સંબોધતા રાજ્ય મંત્રી જયંત મલ્લબારુઆએ તેને ેંઝ્રઝ્રની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું. મલ્લબારુઆએ કહ્યું કે મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે અમે સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પ્રવાસમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ ર્નિણય છે. આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૩૫ આજે રદ કરવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હવે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી જિલ્લા કમિશ્નર અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. મલ્લબારુઆએ એમ પણ કહ્યું કે આ છૂટાછેડા નોંધણી અધિનિયમ હેઠળ કામ કરતા ૯૪ મુસ્લિમ રજીસ્ટ્રારને હટાવવામાં આવશે અને તેના બદલે તે બધાને ૨ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ પર કાયદો પસાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. થોડા દિવસો પછી, આસામે પણ સમાન કાયદા તરફ પહેલું પગલું ભર્યું છે અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા કાયદાને રદ કરવાનો ર્નિણય લીધો છે. બેઠક બાદ મીડિયાને સંબોધતા રાજ્ય મંત્રી જયંત મલ્લબારુઆએ તેને ેંઝ્રઝ્ર હાંસલ કરવાની દિશામાં એક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે અમે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યા છીએ. આ સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ, ૧૯૩૫, જે હેઠળ ૯૪ મુસ્લિમ રજીસ્ટ્રાર હજુ પણ કાર્યરત છે, આજે રદ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/