fbpx
રાષ્ટ્રીય

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં જહાજ અથડાતા કી બ્રિજ પાણીમાં ગરકાવ

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, એક કન્ટેનર જહાજ બાલ્ટીમોરના કી બ્રિજ સાથે અથડાયું હતું, જે પછી બ્રિજ પત્તાના ડેકની જેમ તૂટી પડ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પરથી અનેક કાર પસાર થઈ રહી હતી, જે તમામ બ્રિજ ધરાશાયી થતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં જાનહાનિ થવાની આશંકા છે. બ્રિજ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મોટું માલવાહક જહાજ પુલના થાંભલા સાથે અથડાયું, ત્યારબાદ પુલ પટાપ્સકો નદીમાં ડૂબી ગયો. વીડિયોમાં પુલ પર ઘણી કાર પણ જાેવા મળી રહી છે. જાે કે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. પ્રારંભિક અહેવાલો અનુસાર, જહાજ રાત્રે લગભગ ૧ઃ૩૦ વાગ્યે પુલ સાથે અથડાયું હતું. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે બ્રિજ સાથે અથડાયા બાદ જહાજમાં આગ લાગી હતી.બાલ્ટીમોરના ફાયર વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઈમરજન્સી ડિપાર્ટમેન્ટના કોમ્યુનિકેશન ડાયરેક્ટર કાર્ટરાઈટે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું, “અત્યારે અમારું ધ્યાન આ લોકોને બચાવવા અને તેમને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા પર છે.” તેમજ કેટલા લોકોને અસર થઈ છે તે જાણવું પણ વહેલું છે.આ અકસ્માતને ગંભીર ઈમરજન્સી ગણાવવામાં આવી છે. કેવિન કાર્ટરાઇટે સવારે ૩ વાગ્યે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે અમારી ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને ઓછામાં ઓછા સાત લોકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે એજન્સીઓને સવારે ૧ઃ૩૦ વાગ્યાની આસપાસ ૯૧૧ પર કોલ મળ્યો હતો કે બાલ્ટીમોરથી બહાર જઈ રહેલું વિમાન પુલના થાંભલા સાથે અથડાયું હતું. જે બાદ પુલ અને તેની સાથે અનેક કાર પાણીમાં પડી ગઈ હતી. હાલમાં જહાજ પુલ સાથે કેવી રીતે અથડાયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/