fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું, હું મતદારોને કમળથી મતપેટી ભરવાની અપીલ કરું છું

ભાજપના ગાંધીનગર લોક સભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહે ખાસ બેઠક કરી હતી. સકિર્ટ હાઉસ ખાતે ૧૦.૩૦ વાગ્યે અમિત શાહએ બેઠક યોજી હતી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. બેઠક બાદ અમિત શાહ રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ગત રોજ અમિત શાહે ૧૪ કિમી લાંબો રોડ શો યોજ્યો હતો.તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદ મયંક નાયક, શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
‘હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું છે. ૩૦ વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણું કામ કર્યું. ૫ વર્ષમાં ૨૨ હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં ૨૨ હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને ભારે બહુમતીથી જીતાડ્‌યો છે.

તેમણે વધુમાં કહ્યું કે આ ચૂંટણી પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. દેશ ૪૦૦ને પાર કરીને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત ઁસ્ બનાવવા માટે તૈયાર છે. દરેક જગ્યાએ મોદી-મોદીના નારા સાથે વડાપ્રધાનને અભૂતપૂર્વ આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે. હું દેશભરમાં ગયો છું, લોકો પીએમ મોદીને ખૂબ પ્રેમ કરે છે અને તેમને જનતાના આશીર્વાદ મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું. હું મતદારોને કમળથી મતપેટી ભરવાની અપીલ કરું છું. દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે સવારે ૧૦.૩૦ વાગ્યા પહેલા મતદાન કરજો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/