fbpx
રાષ્ટ્રીય

સ્કોટલેન્ડમાં ડૂબી જવાથી બે ભારતીય વિદ્યાર્થીઓના મોત

સ્કોટલેન્ડમાં ૨૨ અને ૨૭ વર્ષની વયના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓના મોત પાણીમાં ડૂબી જવાથી થયા છે. બુધવારે સ્કોટલેન્ડના એક પ્રવાસન સ્થળ પર બે ભારતીય વિદ્યાર્થીઓ પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ બુધવારે રાત્રે તુમેલ વોટરફોલના લિનમાંથી ઇમરજન્સી સેવાઓ દ્વારા મળી આવ્યા હતા. આ ધોધ સ્કોટલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં છે, જ્યાં ગેરી અને તુમેલ નદીઓ મળે છે.

મળતી માહિતી મુજબ ડંડી યુનિવસિર્ટીમાં અભ્યાસ કરતા ચાર મિત્રો ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે તેમાંથી બે પાણીમાં પડી ગયા અને ડૂબી ગયા. જે બાદ બાકીના બે વિદ્યાર્થીઓએ ઈમરજન્સી સવિર્સને ફોન કર્યો હતો. જે બાદ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

લંડનમાં ભારતીય હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના બે ભારતીય વિદ્યાર્થીઓ બુધવારે સાંજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ડૂબી ગયા હતા અને તેમના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતીય કોન્સ્યુલેટ જનરલ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં છે અને કોન્સ્યુલર અધિકારી બ્રિટનમાં રહેતા વિદ્યાર્થીના સંબંધીને મળ્યા છે. તેમજ ડંડી યુનિવસિર્ટીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે. પોસ્ટમોર્ટમ ૧૯ એપ્રિલે થવાની ધારણા છે અને તે પછી મૃતદેહોને ભારત પરત લાવવાની કામગીરી કરવામાં આવશે.

પોલીસ સ્કોટલેન્ડના પ્રવક્તાએ કહ્યુંઃ “બુધવારની સાંજે લગભગ ૭ વાગ્યે, અમને બ્લેયર એથોલ નજીકના તુમેલ ધોધના લિન ખાતે પાણીમાં બે લોકોના અહેવાલ માટે બોલાવવામાં આવ્યા હતા અને પાણીમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાબતે તપાસ ચાલુ છે. જો કે, આ મૃત્યુ અંગે કોઈ શંકાસ્પદ સંજોગો સામે આવ્યા નથી. પ્રોક્યુરેટર ફિસ્કલ (સ્કોટલેન્ડમાં દંડ લાદવાની સત્તા ધરાવતા સરકારી વકીલ)ને એક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.

આ વર્ષે અમેરિકામાં અનેક ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં, ૨૫ વર્ષીય વિવેક સૈનીને ડ્રગ એડિક્ટ દ્વારા મારવામાં આવ્યો હતો અને ૨૭ વર્ષીય વેંકટરામન પિટ્ટલાનું બોટ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તાજેતરમાં કેનેડામાં પણ ભારતીય વિદ્યાર્થી ચિરાગ અંતિલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમેરિકા અનુસાર, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ સુધીમાં ૩૫ ટકા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા આવ્યા હતા, ડેટા અનુસાર, ૨૦૨૨-૨૦૨૩માં ૨.૬ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/