fbpx
રાષ્ટ્રીય

બંગાળમાં એક સમયે વૈજ્ઞાનિક શોધો થતી, આજે બોમ્બ બનાવાના ગૃહ ઉદ્યોગ ચાલે છે : પીએમ મોદી

પશ્ચિમ બંગાળના બેરકપુરમાં લોકસભા ચૂંટણી ના પ્રચાર અર્થે જનસભા સંબોધતા પશ્ચિમ બંગાળ રાજ્યની ટીએમસી સરકાર અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા. જનતાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે એક સમય હતો જ્યારે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં તેમણે મોટું યોગદાન આપ્યું હતું. એક સમય હતો જ્યારે બંગાળમાં ઘણી નવી વૈજ્ઞાનિક શોધો થઈ હતી. આજે ટીએમસીના શાસનમાં ઘણી જગ્યાએ બોમ્બ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલી રહ્યો છે. આજે, ટીએમસીના રક્ષણ હેઠળ ઘૂસણખોરો અહીં ફૂલીફાલી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, સંદેશખાલીના ગુનેગારને પહેલા તૃણમૂલ કોંગ્રેસ પોલીસે બચાવ્યો અને હવે ટીએમસીએ નવો ખેલ શરૂ કર્યો છે.

ટીએમસીના ગુંડા સંદેશખાલીની બહેનોને ડરાવી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે, કારણ કે જુલમ કરનારનું નામ શાહજહાં શેખ છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને પોતાની પાંચ ગેરેન્ટી આપી.વડાપ્રધાન મોદીએ કહ્યું, “પહેલી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં.””બીજી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કોઈ પણ સીએએ ને રદ કરી શકશે નહીં.””ત્રીજી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તમને રામ નવમીની ઉજવણી કરતા કોઈ રોકી શકશે નહીં.””ચોથી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈ પલટાવી નહીં શકે.””પાંચમી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને ઓબીસી માટે અનામત સમાપ્ત થશે નહીં.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/