fbpx
રાષ્ટ્રીય

ઇન્ડી ગઠબંધન ૪ જૂને નવી સરકાર બનાવી રહી છે ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં, જનતાએ પીએમ મોદીને વિદાય આપવાનો ર્નિણય કર્યો છેઃ મલ્લિકાર્જુન ખડગે

ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકસભા ચૂંટણી ના રિઝલ્ટ મુદ્દે મોટો દાવો કરવામાં આવ્યો હતો, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું હતું કે, ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે, ઇન્ડી ગઠબંધન ૪ જૂને નવી સરકાર બનાવી રહી છે. તેમણે કહ્યું કે અમને એવા અહેવાલ મળ્યા છે કે, ઇન્ડી ગઠબંધન આગળ છે અને ભાજપ પાછળ છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાત કરે છે પરંતુ મોદી મૌન છે. આવા લોકોને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં આવતા નથી? ખડગેએ કહ્યું કે, મોદી પોતાના ભાષણમાં મટન, ચિકન, મંગલસૂત્ર આ બધી વાતો કરે છે. જો તમારે વોટ લેવા હોય તો તમારા કામને આધારે વોટ લો.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, અમારી લડાઈ ગરીબો વતી છે. જેમને એક સમયનું ભોજન નથી મળતું, જેમને નોકરી નથી મળતી. ડિગ્રી અને ડિપ્લોમા કર્યા પછી પણ તેમને નોકરી નથી મળી રહી. ઘણી જગ્યાઓ ખાલી છે. સરકારી નોકરીઓ, તે જગ્યાઓ ભરવાની છે, કેન્દ્ર સરકાર ખાલી જગ્યા ભરવા તૈયાર નથી. ખડગેએ વધુમાં કહ્યું, ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધન બેરોજગારી અને મોંઘવારી સામે લડી રહ્યું છે. આપણે બધાએ લોકશાહીને બચાવવા માટે કામ કરવું જોઈએ, નહીં તો આપણે ગુલામીમાં જઈશું. દરેકને મત આપવાનો અધિકાર છે. જો લોકશાહી નહીં હોય તો સરમુખત્યારશાહી હશે. તો તમે કેવી રીતે મત કરશો ?

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે પછાત લોકો, મહિલાઓ અને નબળા લોકોને આગળ લાવવા માટે જાતિ ગણતરી કરીશું. આ જ્ઞાતિ-જાતિ વચ્ચે સંઘર્ષ ઊભો કરવાનો નથી પણ અમે તેમની સ્થિતિ જોઈને પછી નીતિ બનાવવા માગીએ છીએ. તેમણે કહ્યું કે અમે દલિતો, પછાત લોકો અને આદિવાસીઓના ભલા માટે જાતિ ગણતરી કરીશું. મોદીજીએ કહ્યું કે, જો તમારા ઘરમાં બે ભેંસ છે તો તમે એક મુસ્લિમને આપી દેશો. પીએમ મોદી એટલું ખોટું બોલે છે કે શું બોલવું.

ભાજપ પર મોટો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, જ્યાં ભાજપના લોકો મજબૂત છે ત્યાં વિપક્ષના લોકોને પણ નામાંકન ભરવાથી રોકવામાં આવી રહ્યા છે. ચૂંટણી એજન્ટોને ડરાવવામાં આવી રહ્યા છે. ખડગેએ હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતા દ્વારા આઈડી ચેકિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. માધવીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં એક મહિલા ઉમેદવાર બુરખામાં જોઈ રહી હતી. આવા સંજોગોમાં નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ થઈ શકે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/