fbpx
રાષ્ટ્રીય

૪૫ પૈસામાં રેલવે આપી રહ્યું છે ૧૦ લાખ રૂપિયાનો વીમોજાે કોઈ મુસાફર ટ્રેન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને ૭.૫ લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે

લગભગ એવા લોકો કે જેમને કોઈ કારણસર મુસાફરી કરવી ગમે છે. તો તમારે આ વિશેષ વીમા સેવા વિશે જાણવું જ જાેઇએ. જ્યાં તમે માત્ર ૪૫ પૈસા ખર્ચીને ૭ થી ૧૦ લાખ રૂપિયાનું કવર મેળવી શકો છો. કારણ કે ભારતીય રેલવે દરરોજ લાખો લોકોને એક શહેરથી બીજા શહેરમાં લઈ જવાનું કામ કરે છે. જ્યારે પણ તમે ટિકિટ બુક કરો ત્યારે આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લો. તેનાથી તમારા પરિવારને આર્થિક મદદ મળી શકે છે. જાે કોઈ મુસાફર ટ્રેન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને ૭.૫ લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. તેમજ ૨ લાખ રૂપિયાની હોસ્પિટલમાં સારવાર મફત છે. જાે અકસ્માતમાં યાત્રીનું મૃત્યુ થાય છે અથવા કાયમી વિકલાંગતા આવે છે, તો તેના પરિવારના સભ્યોને ૧૦ લાખ રૂપિયાનો વીમો મળે છે.

રેલવે તેના મુસાફરોને ૪૯ પૈસામાં ૧૦ લાખ રૂપિયાનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ આપી રહી છે. કોઈપણ મુસાફરની સાથે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો મુસાફર અને તેના પરિવારજનોને લાભ મળે છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ટિકિટ બુક કરાવીને તેનો લાભ મેળવી શકાય છે. આ સુવિધા ૫ વર્ષથી ઓછી વયના બાળકો માટે નથી.કેવી રીતે ઈન્શ્યોરન્સ મળશે-

આઈઆરસીટીસીની વેબસાઈટરંંॅજઃ//ુુુ.ૈષ્ઠિંષ્ઠ.ર્ષ્ઠ.ૈહ/ પરથી તમે જ્યારે પણ ટ્રેનની ટિકિટ બુક કરશો તો તમારી સામે ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો એક ઓપ્શન દેખાશે. તેના માટે તમારે માત્ર ૪૫ પૈસા ચૂકવવાના રહેશે.
આઈઆરસીટીસીથી ટિકિટ બુક કરાવ્યા બાદ તમારા મોબાઈલ પર એસએમએસ અને ઈ-મેલ દ્વારા નોમિનીની વિગતો ભરવા માટે એક લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરીને ડાયરેક્ટ ઈન્શ્યોરન્સ કંપનીની વેબસાઈટ પર જઈને નોમિનીની માહિતી ભરી શકો છો.

ઈમેલ અથવા એસએમએસ પર આપવામાં આવેલી લિંક ઓપન કરવા પર ઈન્શ્યોરન્સ કંપનીના પેજ પર તમારી ટિકિટની માહિતી જેમ કે, પેસેન્જર નામ રેકોર્ડ (પીએનઆર), નામ, બર્થ નંબરની જાણકારી દેખાશે.
પેજમાં નોમિનીનું નામ, તેની સાથેના સંબંધ, ઉંમર, સરનામું વગેરેની માહિતી ભરવા માટે બોક્સ બનેલા હોય છે, તેમાં વિગતો ભરીને અપડેટ કરવાનું રહેશે.

આઈઆરસીટીસીની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, ૧૦ લાખ રૂપિયાનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો ફાયદો માત્ર કન્ફર્મ અને આરએસી ટિકિટવાળાને જ મળશે. વેઇટિંગ લિસ્ટની ઇ-ટિકિટવાળા લોકોને તેનો ફાયદો નહીં મળે કેમ કે, ટિકિટ કન્ફર્મ નહીં થવા પર વેઈટિંગ લિસ્ટ ટિકિટ ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. તે ઉપરાંત આ સુવિધા ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ નથી.ઉપરાંત જેવી તમારી મુસાફરી શરૂ થશે તમારો ઈન્શ્યોરન્સ શરૂ થઈ જશે. મુસાફરી દરમિયાન જાે તમારી સાથે કોઈ પણ દુર્ઘટના થાય છે તો તેનો લાભ મળશે.

ક્લેમની રકમ દુર્ઘટનામાં થયેલા નુકસાન પર આધાર રાખે છે. તેને ૫ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. દુર્ઘટનાના કારણે કાયમી અપંગતા અને મૃત્યુના કિસ્સામાં ૧૦ લાખ રૂપિયાનો અને સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં પણ ૧૦ લાખ રૂપિયાનો ક્લેમ મળે છે.રેલવે મુસાફરી દરમિયાન અકસ્માતમાં આંશિક અપંગતાના કિસ્સામાં ૭.૫ લાખ રૂપિયા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો રૂ. ૨ લાખનો ક્લેમ મળે છે. મૃત્યુની સ્થિતિમાં મૃતદેહને લઈ જવા માટે ૧૦ હજાર રૂપિયાની મદદ પણ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/