fbpx
રાષ્ટ્રીય

૧૮ મી લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત પીએમ મોદીએ જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના ઘટકોની બેઠકમાં તમામ લોકોનો હ્રદયપૂર્વક આભર વ્યક્ત કર્યો

૨૦૨૪ લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત એનડીએની બેઠકને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ શુક્રવારે આજે જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના ઘટકોની બેઠક દરમિયાન ગૃહમાં હાજર તમામ લોકોનો હ્રદયપૂર્વક આભર વ્યક્ત કર્યો. તેમણે આ દરમિયાન એનડીએનો અર્થ સમજાવતા કહ્યું કે, ન્યુ ઈન્ડિયા, દેવલપડ ઈન્ડિયા, એસ્પીરએશનલ ઈન્ડિયા, સાથે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, મારા માટે આનંદની વાત છે કે મને આટલા મોટા સમૂહને આવકારવાની તક મળી છે. જે મિત્રો વિજયી થયા છે તેઓ અભિનંદનના પાત્ર છે. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ૧૦ વર્ષમાં પણ ૧૦૦ના આંકડાને સ્પર્શી શકી નથી. જો હું ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ને જોડી દઉં તો આ ત્રણેય ચૂંટણીમાં જે બેઠકો મળી છે તેના કરતાં આ ચૂંટણીમાં અમને વધુ બેઠકો મળી છે. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે ઇન્ડી ગઠબંધનના લોકોને કોઈ ખ્યાલ નથી અને હવે તેઓ ઝડપી ગતિએ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેમણે કહ્યું કે, એનડીએ દ્વારા સત્તા મેળવવાની પાર્ટીઓનો મેળાવડો નથી. ભારતના રાજકીય ઈતિહાસમાં અને ભારતીય રાજનીતિમાં ગઠબંધનના ઈતિહાસમાં, ચૂંટણી પહેલાનું ગઠબંધન ક્યારેય એટલું સફળ રહ્યું નથી જેટલું એનડીએને મળ્યું છે. એનડીએ માટે સત્તા મેળવવા કે સરકાર ચલાવવા માટે કેટલાક પક્ષોનો મેળાવડો નથી. આ નેશન ફર્સ્ટની મૂળ ભાવના સાથે નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ છે. એનડીએ સરકારે દેશને સુશાસન આપ્યું છે અને એક રીતે એનડીએ શબ્દ ગુડ ગવર્નન્સનો પર્યાય બની ગયો છે. ગરીબ કલ્યાણ અને સુશાસન આપણા બધા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારતના આટલા મહાન લોકતંત્રની તાકાત જુઓ કે ૨૨ રાજ્યોમાં લોકોએ તેમને સરકાર બનાવવાની તક આપી છે. ભારતના મૂળમાં જે સમાયેલું છે તેનું તે પ્રતિબિંબ છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો તમે એક નજર નાખો તો આપણા દેશમાં આવા ૧૦ રાજ્યો છે જ્યાં આદિવાસી લોકોની સંખ્યા પ્રભાવશાળી છે. એનડીએ ૧૦ માંથી ૭ રાજ્યોમાં સેવા આપી રહ્યું છે જ્યાં આદિવાસી વસ્તી વધારે છે. જ્યાં ખ્રિસ્તી ભાઈ-બહેનો છે ત્યાં પણ અમને સેવાની તક મળી રહી છે. ભારતીય રાજકારણમાં ગઠબંધનના ઈતિહાસમાં, પ્રીપોલ એલાયન્સ ક્યારેય એનડીએ જેટલું સફળ રહ્યું નથી. આ મહાગઠબંધનની જીત છે, અમે બહુમતી હાંસલ કરી છે અને મેં ઘણી વખત કહ્યું છે કે સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, એ લોકશાહીનો સિદ્ધાંત છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ ખૂબ જ જરૂરી છે. હું દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છું કે જે રીતે તમે અમને બહુમતી આપીને સરકાર ચલાવવાની જવાબદારી સોંપી છે, અમે દેશને સર્વસંમતિથી આગળ લઈ જવામાં કોઈ પણ જાતની કસર છોડવામાં નહીં આવે.

આ ઉપરાંત પીએમ મોદીએ સેન્ટ્‌ર્લ હોલમાંથી સંવિધાન ગૃહના સખત મહેનત કરનારા લાખો કાર્યકરોને માથું નમાવીને પ્રણામ કર્યું હતું. તેમણે આગળ કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે એનડીએના નેતા તરીકે, તમે બધા મિત્રોએ મને સર્વસંમતિથી ચૂંટ્યો અને મને નવી જવાબદારી સોંપી. આ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મારા અંગત જીવનમાં હું જવાબદારીની લાગણી અનુભવું છું. ૨૦૧૯માં જ્યારે હું ગૃહમાં બોલી રહ્યો હતો ત્યારે મેં એક વાત પર ભાર મૂક્યો હતો – વિશ્વાસ. આજે, જ્યારે તમે મને ફરી એકવાર આ જવાબદારી સોંપી છે, તો તેનો અર્થ એ છે કે અમારી વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત છે. આ અતૂટ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર આધારિત છે અને તે સૌથી મોટી સંપત્તિ છે. તેથી, આ ક્ષણ મારા માટે ભાવનાત્મક છે અને હું તમારા બધાનો જેટલો આભાર વ્યક્ત કર્યું તેટલો ઓછો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/