fbpx
રાષ્ટ્રીય

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે સાથેજ તેમણે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. હવે કરહલ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે. તેમના રાજીનામાની નકલ વિધાનસભા કાર્યાલયને પહોંચાડવામાં આવી છે.

અખિલેશ યાદવ કન્નૌજ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયા છે જ્યારે ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મૈનપુરી જિલ્લાના કરહાલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. હાલમાં તેમની પાસે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી હતી. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકોમાંથી સપા ૩૭ બેઠકો જીતીને લોકસભામાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/