fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજકારણ ગરમાયુંશું મહારાષ્ટ્રની સરકારમાં ફેરફાર ના છે એંધાણ..?

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. અત્યારે એક તરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનું ગઠબંધન (મહાયુતિ) છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી), શરદ પવારની એનસીપી (એસપી) અને કોંગ્રેસનું ગઠબંધન છે. લોકસભા ચૂંટણીમાં મહાયુતિએ ૪૮ માંથી ૧૭ બેઠકો જીતી છે અને મહાવિકાસ અઘાડીએ ૩૦ બેઠકો પર જીત મેળવી છે. મહાગઠબંધનમાં અજિત પવારને લઈને અણબનાવના સમાચારો વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) મહાગઠબંધનમાં સાથે મળી રહ્યાં નથી.

આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ શાસક મહાયુતિ (એનડીએ) અને વિપક્ષ મહાવિકાસ આઘાડી (ઇન્ડી) ગઠબંધન વચ્ચે તિરાડ વધી રહી છે. બંને ગઠબંધન તૂટવાની અટકળોએ જોર પકડ્‌યું છે.

મહારાષ્ટ્રમાં અત્યારે એક તરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનું ગઠબંધન (મહાયુતિ) છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી), શરદ પવારની એનસીપી (એસપી) અને કોંગ્રેસનું ગઠબંધન છે. લોકસભા ચૂંટણીમાં મહાયુતિએ ૪૮ માંથી ૧૭ બેઠકો જીતી છે અને મહાવિકાસ અઘાડીએ ૩૦ બેઠકો પર જીત મેળવી છે. મહાગઠબંધનમાં અજિત પવારને લઈને અણબનાવના સમાચારો વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) મહાગઠબંધનમાં સાથે મળી રહ્યાં નથી.

એનસીપી ના નેતા અને રાજ્ય સરકારના મંત્રી છગન ભુજબળે કહ્યું કે આ (લેખ) અમુક અંશે સાચો હોઈ શકે છે. કેટલાક લોકોએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જેવા કોંગ્રેસના નેતાઓને સામેલ કરવા બદલ ભાજપની ટીકા પણ કરી છે. કોંગ્રેસના પૂર્વ નેતા મિલિંદ દેવરાને પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ સામેલ કરીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. ભુજબળે કહ્યું- પણ ઉત્તર પ્રદેશના પરિણામોની વાત કોણ કરશે, જ્યાં ભાજપની બેઠકો ઘટી? અન્ય રાજ્યોનું શું જ્યાં તેણે કેટલીક બેઠકો ગુમાવી. એનસીપી પાર્ટીના યુવા નેતા સૂરજ ચવ્હાણે કહ્યું કે જ્યારે ભાજપ સારું પ્રદર્શન કરે છે ત્યારે તેનો શ્રેય આરએસએસની મહેનતને આપવામાં આવે છે. પરંતુ, હારનો દોષ અજિત પવાર પર નાખવામાં આવે છે. આનો વિરોધ કરતાં ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે કહ્યું કે ઇજીજી વિશે ટિપ્પણી કરવાની જરૂર નથી. સૂરજ ચવ્હાણે સંગઠન પર ટિપ્પણી કરવામાં ઉતાવળ ન કરવી જોઈતી હતી. ભાજપે એનસીપી વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી. એનડીએની બેઠકોમાં આવા મુદ્દાઓ પર ચર્ચા થાય તો સારું રહેશે.

જો કે, લોકસભા ચૂંટણીમાં જીત બાદ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ હતી. તેનું કારણ મુંબઈ અને સાંગલીની બેઠકો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત વિધાન પરિષદની બેઠકને લઈને પણ બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના કાર્યકરોને તમામ ૨૮૮ બેઠકો માટે તૈયારીઓ શરૂ કરવા કહ્યું છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પણ તેના કાર્યકરોને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ૨૮૮ માંથી ૨૨૫-૨૫૦ બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા માટે કહી રહી છે. એમએનએસ એ લોકસભા ચૂંટણી દરમિયાન મ્ત્નઁ ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રાજ ઠાકરેએ એનડીએ માટે પ્રચાર પણ કર્યો હતો. જોકે, તેમનો પક્ષ ક્યાંય મેદાનમાં નહોતો. એમએનએસની રચના ૨૦૦૬ માં થઈ હતી અને ૨૦૦૯ માં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી.

આ ચૂંટણીમાં તેને ૧૩ બેઠકો મળી હતી. જો કે, ૨૦૧૪ અને ૨૦૧૯ રાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક હતું, માત્ર એક-એક બેઠક જીતી હતી.
જો કે, શરદ પવારે લોકસભાની દસ બેઠકો પર ચૂંટણી લડી હતી અને આઠ જીતી હતી, તેઓ હવે રાજ્યની રાજકીય પીચ પર ખુલ્લેઆમ રમવા લાગ્યા છે. તે રાજ્યની બાગડોર સંભાળવા તૈયાર છે.તેમના કાર્યકરોમાં ઉત્સાહપૂર્વક પવાર કહે છે કે આગામી ત્રણ કે ચાર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મારો પ્રયાસ રાજ્યની કમાન સંભાળવાનો રહેશે અને આ માટે અમારે વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે. આ દરમિયાન શરદ પવારે યાદ અપાવ્યું કે તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન, એક દાયકા સુધી કેન્દ્રીય કૃષિ પ્રધાન અને બે વર્ષ સંરક્ષણ પ્રધાન રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે તમારી પાસે સામૂહિક શક્તિ હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/