fbpx
રાષ્ટ્રીય

દેશના અમુક રાજ્યોમાં ચોમાસાનું આગમન તો ઘણા રાજ્યો ને જોવી પડશે વરસાદની રાહ

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદિગઢ, દિલ્લી-એનસીઆર, પંજાબ, બિહાર અને ઝારખંડમાં લોકોને ગરમીથી રાહત માટે હજી થોડા દિવસ રાહ જોવી પડશે. આ રાજ્યોમાં હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે જ્યારે દેશના અમુક રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે અને આ સપ્તાહમાં રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કેવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આસામ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ અને મિઝોરમના ૭ પૂર્વોત્તર રાજ્યોમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. આવા હવામાન ૭ દિવસ સુધી ટકી શકે છે. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તરમાં ચોમાસા માટે હજુ લાંબી રાહ જોવી પડશે. ચોમાસુ ૨૦ થી ૨૫ જૂનની વચ્ચે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે. ચોમાસું ૨૫-૩૦ જૂનની વચ્ચે દિલ્હી પહોંચવાની સંભાવના છે. ૩૦ જૂનથી ૮ જુલાઈ સુધી ચોમાસુ પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પ્રવેશી શકે છે. મેઘાલયમાં ભારે વરસાદની આાગહી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. શુક્રવારે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્‌યો હતો. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે હવામાન વિભાગે આગામી ૬ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસા પહેલાના વરસાદે રાજસ્થાનને ભીંજવવાનું શરૂ કર્યું છે. આજે (શનિવાર) ૧૭ જિલ્લાઓમાં તોફાન-વરસાદની ચેતવણી (યલો એલર્ટ) જારી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. શુક્રવારે સાંજે જયપુરમાં વાદળછાયું વાતાવરણ હતું. ૨૫ જૂનથી ૬ જુલાઈની વચ્ચે ચોમાસું અહીં પહોંચશે. શુક્રવારે રાજસ્થાનના નીમકથાણામાં વરસાદ પડ્‌યો હતો. જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.

નિર્ધારિત સમયના ૨-૩ દિવસ બાદ જ મધ્યપ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પ્રવેશ્યા બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં ચોમાસાની શાખાઓ નબળી પડી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ૧૪ જૂને ભારે વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ, ભોપાલના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. દિવ્યા ઇ. સુરેન્દ્રને જણાવ્યું હતું કે, ૧૦ થી ૧૪ જૂન પછી ચોમાસું સ્થિર છે. આ કારણે તે નબળા પડી ગયા છે. તેથી, અમારે મધ્યપ્રદેશમાં રાહ જોવી પડશે. આ પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટી ચાલુ રહે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ અને ભારે પવનની સ્થિતિ છે. અહીં પવનની ગતિ પણ વધુ છે.

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તરાખંડમાં હીટ વેવથી ગંભીર હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં રાત્રીનું હવામાન ગરમ રહેવાની શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/