fbpx
રાષ્ટ્રીય

દેશમાં આજથી લાગુ થયેલા ૩ નવા કાયદામાં શું છે ખાસ?

સમગ્ર દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે. ૫૧ વર્ષ જૂના સીઆરપીસીનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લેશે. ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ લેશે. મહિલાઓ સાથે જોડાયેલા મોટાભાગના ગુનામાં અગાઉથી વધારે સજા મળશે. ઇલેક્ટ્રોનિક માહિતીથી પણ એફઆઇઆર નોંધાવી શકશે. સામાજિક સેવા જેવા કાયદા પણ લાગુ થશે.
૧. ૧ જુલાઈ અગાઉ નોંધાયેલા કેસોમાં નવો કાયદો લાગુ નહીં થાય એટલે કે જે ગુનો એક જુલાઈ ૨૦૨૪ અગાઉ નોંધાયેલ છે તેની તપાસથી માંડીને ટ્રાયલ સુધી જુના કાયદા અનુસાર જ થશે.

૨. ૧ જુલાઈથી નવા કાયદા હેઠળ એફઆઇઆર નોંધાશે અને તેના અનુસાર તપાસથી માંડી ટ્રાયલ પૂર્ણ કરાશે.
૩. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં કુલ ૫૩૧ કલમો છે. તેની ૧૭૭ જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે જ્યારે ૧૪ કલમોને હટાવી દેવામાં આવી છે. નવ નવી કલમો અને ૩૯ પેટા કલમો જોડવામાં આવી છે. અગાઉ સીઆરપીસીમાં ૪૮૪ કલમો હતી.

૪. ભારતીય ન્યાય સંહિતામાં કુલ ૩૫૭ કલમો છે. અત્યાર સુધી ૈંઁઝ્રમાં ૫૧૧ કલમો હતી.
૫. ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં કુલ ૧૭૦ કલમો છે. નવા કાયદામાં ૬ કલમો દૂર કરવામાં આવી છે. નવી ૨ કલમ અને ૬ પેટા કલમ ઉમેરવામાં આવી છે. અગાઉ ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ ૧૬૭ કલમો હતી.
૬. નવા કાયદામાં ઓડિયો વીડિયો એટલે કે ઇલેક્ટ્રોનિક સાક્ષી અને ફોરેન્સિક તપાસને પણ મહત્ત્વ અપાયું છે.
૭. કોઈ પણ નાગરિક ગુના મામલે ક્યાંય પણ ઝીરો એફઆઇઆર નોંધાવી શકશે. તપાસ માટે કેસને સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલાશે, જે ગુનામાં સાત વર્ષ સુધી સજાની જોગવાઈ છે તેવા ઝીરો એફઆઇઆર વાળા કેસના પુરાવાઓની તપાસ ફોરેન્સિક ટીમ પાસે કરાવવાની રહેશે.

૮. હવે ઇલેક્ટ્રોનિક માહિતી દ્વારા પણ હ્લૈંઇ નોંધી શકાશે. હત્યા, લૂંટ કે બળાત્કાર જેવી ગંભીર કલમોમાં પણ ઈ-હ્લૈંઇ દાખલ કરી શકાશે. તમે વોઇસ રેર્કોડિંગ દ્વારા પણ પોલીસને માહિતી આપી શકો છો. ઈ-હ્લૈંઇના કિસ્સામાં, ફરિયાદીએ ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન પહોંચીને હ્લૈંઇની નકલ પર સહી કરવી પડશે.

૯. ફરિયાદીને હ્લૈંઇ અને નિવેદન સંબંધિત દસ્તાવેજો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ફરિયાદી ઈચ્છે તો પોલીસ દ્વારા આરોપીની પૂછપરછના મુદ્દા પણ લઈ શકે છે.

૧૦. હ્લૈંઇના ૯૦ દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવી જરૂરી રહેશે. કોર્ટે ચાર્જશીટ દાખલ કર્યાના ૬૦ દિવસની અંદર આરોપો ઘડવા પડશે.
૧૧. કેસની સુનાવણી પૂર્ણ થયાના ૩૦ દિવસમાં ચુકાદો આપવાનો રહેશે. ચુકાદો આપ્યા બાદ તેની નકલ ૭ દિવસમાં આપવાની રહેશે.
૧૨. પોલીસે અટકાયત કરેલ વ્યક્તિના પરિવારને લેખિતમાં જાણ કરવાની રહેશે. ઓફલાઈન અને ઓનલાઈન પણ જાણકારી આપવાની રહેશે.
૧૩. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધોની મ્દ્ગજીમાં કુલ ૩૬ જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૬૩ હેઠળ બળાત્કારનો કેસ નોંધાશે. કલમ ૬૪માં ગુનેગાર માટે મહત્તમ આજીવન કેદ અને ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની જોગવાઈ છે.
૧૪. કલમ ૬૫ હેઠળ ૧૬ કે તેથી ઓછા વર્ષની ઉંમરની પીડિતા સાથે બળાત્કાર કરવા પર ૨૦ વર્ષની સખ્ત કેદ, આજીવન કારાવાસ અને દંડની જોગવાઈ છે. ગેંગરેપમાં પીડિતા પુખ્ત હશે તો અપરાધીને આજીવન કારાવાસની જોગવાઈ કરાઈ છે.
૧૫. ૧૨ વર્ષથી ઓછી ઉંમરની પિડીતા સાથે રેપ કરવા બદલ આરોપીને લઘુતમ ૨૦ વર્ષની સજા આજીવન કારાવાસ અથવા મૃત્યુ દંડની જોગવાઈ કરવામાં આવી છે. લગ્નની લાલચ આપીને સંબંધ બાંધનાર ગુનાને બળાત્કારથી અલગ ગુનો ગણવામાં આવ્યો છે એટલે કે તેને રેપની વ્યાખ્યામાં ગણાયો નથી.
૧૬. પીડિતને તેના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા તેના કેસ સાથે સંબંધિત દરેક અપડેટની માહિતી આપવામાં આવશે. અપડેટ્‌સ આપવાની સમય મર્યાદા ૯૦ દિવસ નક્કી કરવામાં આવી છે.

૧૭. રાજ્ય સરકારો હવે રાજકીય કેસ (પક્ષના કાર્યકરોના ધરણા-પ્રદર્શન અને આંદોલન) સંબંધિત કેસોને એકપક્ષીય રીતે બંધ કરી શકશે નહીં. ધરણાં-પ્રદર્શનમાં ફરિયાદ કરનાર સામાન્ય નાગરિક હોય તો તેની મંજુરી લેવાની રહેશે.
૧૮. સાક્ષીઓના રક્ષણ માટે પણ જોગવાઈ છે. તમામ ઈલેક્ટ્રોનિક પુરાવાઓ પણ પેપર રેકોર્ડની જેમ કોર્ટમાં માન્ય રહેશે.
૧૯. મોબ લિંચિંગને પણ ગુના હેઠળ આવરી લેવાયું છે. શારીરિક ઈજા પહોંચાડતા ગુનાઓને કલમ ૧૦૦-૧૪૬ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. હત્યાના કિસ્સામાં કલમ ૧૦૩ હેઠળ કેસ નોંધવામાં આવશે. કલમ ૧૧૧માં સંગઠિત અપરાધ માટે સજાની જોગવાઈ છે. સેક્શન ૧૧૩માં ટેરર એક્ટનું વર્ણન કરવામાં આવ્યું છે. મોબ લિંચિંગના કેસમાં ૭ વર્ષની કેદ અથવા આજીવન કેદ અથવા મૃત્યુદંડની જોગવાઈ છે.
૨૦. કલમ ૧૬૯-૧૭૭ હેઠળ ચૂંટણીલક્ષી ગુના રાખવામાં આવ્યા છે. મિલકતને નુકસાન, ચોરી, લૂંટ અને લૂંટ વગેરે જેવી બાબતો કલમ ૩૦૩-૩૩૪ હેઠળ રાખવામાં આવી છે. કલમ ૩૫૬માં માનહાનિનો ઉલ્લેખ કરાયો છે. કલમ ૭૯માં દહેજ હત્યા અને કલમ ૮૪માં દહેજ ઉત્પીડનની જોગવાઈ મુકવામાં આવી છે.
નાના-મોટા ગુનાઓમાં પકડાયેલા લોકોએ સજા તરીકે કોમ્યુનિટી સવિર્સ કરવાની રહેશે. સુધારેલા નવા કાયદામાં આત્મહત્યાનો પ્રયાસ, જાહેર સેવકો દ્વારા ગેરકાયદે વેપાર, નાની ચોરી, જાહેરમાં નશો અને બદનક્ષી જેવા કેસોમાં સામાજિક સેવા માટેની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. આ સેવા ગુનેગારોને સુધારાની તક આપે છે, જ્યારે જેલની સજા તેને રીઢો ગુનેગાર બનાવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/