ભારતીય સેના પ્રમુખે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ડોડામાં વાસ્તવિક સ્થિતિ આતંકવાદ વિરોધી ઓપરેશન બાબતે સંપૂર્ણ માહિતી આપી
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, આજે મંગળવારે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી હતી, જેમણે તેમને જમ્મુ અને કાશ્મીરના ડોડામાં વાસ્તવિક સ્થિતિ અને ચાલી રહેલા ઓપરેશન બાબતોથી અવગત કર્યા હતા. આ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન એક અધિકારી સહિત ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયે ટિ્વટર પર પોસ્ટ કર્યું, “રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સવારે ર્ઝ્રંછજી જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી હતી. આર્મી ચીફે સંરક્ષણ મંત્રીને ડોડામાં વાસ્તવિક સ્થિતિ અને ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી.” સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, “જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન એક અધિકારી સહિત ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.” કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ ડોડા જિલ્લાના દેસા વિસ્તારમાં થયેલા સશસ્ત્ર એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
“મારા લોકસભા મતવિસ્તારમાં ડોડા જિલ્લાના દેસા વિસ્તારમાં સશસ્ત્ર એન્કાઉન્ટરના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. અમારા બહાદુર સૈનિકોની શહાદતને શોક આપવા અને નિંદા કરવા માટે શબ્દો ઓછા પડ્યા છે,” એવુ જિતેન્દ્ર સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. ઘેરાને વધુ મજબુત બનાવવા માટે વધારાના સૈનિકોને બોલાવવામાં આવ્યા છે. અગાઉ સોમવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણામાંથી જૂના કાટવાળા હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ વસ્તુઓમાં છદ્ભ-૪૭ના ૩૦ રાઉન્ડ, છદ્ભ-૪૭ રાઈફલનું એક મેગેઝિન અને એક ૐઈ-૩૬ હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. આ નિવેદન જમ્મુ ક્ષેત્રમાં તાજેતરના આતંકવાદી હુમલાઓની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. જેમાં કઠુઆમાં સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો અને જમ્મુ ક્ષેત્રમાં ડોડા અને ઉધમપુરમાં કરાયેલા એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે.
Recent Comments