fbpx
રાષ્ટ્રીય

એક જ ટ્રેનમાં ૭ રાજ્યોની મુસાફરી કરો, એક માર્ગ ભારતની સૌથી લાંબી રેલ યાત્રા

ભારતીય રેલવે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી ચાલે છે. ભારતીય રેલવે ટ્રેક પર્વતોથી જંગલો સુધી ફેલાયેલા છે. આવો જ એક માર્ગ ભારતની સૌથી લાંબી રેલ યાત્રા છે. જો તમે એકવાર આ મુસાફરી ચાલુ કરો છો તો તમે ૪ દિવસે તમારા મુકામ પર પહોંચશો. ટ્રેનની મુસાફરી સુખદ છે, પરંતુ શું તમે એક જ સીટ પર એક જ કોચમાં ૪ દિવસ પસાર કરી શકો છો? ભારતની આ ટ્રેનની મુસાફરી આસામના ડિબ્રુગઢથી શરૂ થાય છે અને ૪ દિવસની મુસાફરી કર્યા બાદ આ ટ્રેન તમિલનાડુના કન્યાકુમારી પહોંચે છે.

દેશની સૌથી લાંબી રેલ યાત્રા પૂરી પાડતી આ ટ્રેનનું નામ છે વિવેક એક્સપ્રેસ. આ ટ્રેન ૪ દિવસમાં ૪ હજાર કિલોમીટરથી વધુની સફર પૂરી કરે છે. રેલવે બજેટ ૨૦૧૧-૧૨માં ડિબ્રુગઢ – કન્યાકુમારી વિવેક એક્સપ્રેસની જાહેરાત કરવામાં આવી હતી. તેની શરૂઆત સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મદિવસે કરવામાં આવી હતી. આ ટ્રેન આસામના ડિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધી જાય છે. વિવેક એક્સપ્રેસ ૯ રાજ્યોમાં મુસાફરી કરે છે.

દેશની આ સૌથી લાંબા અંતરની ટ્રેન આસામ, નાગાલેન્ડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ વચ્ચે દોડે છે. આ સફર પૂર્ણ કરવામાં તેને ૪ દિવસનો સમય લાગે છે. ૧૯ કોચવાળી આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન ૪,૧૮૯ કિલોમીટરનું અંતર કાપે છે. આ અંતર કાપવામાં ૭૫ કલાકનો સમય લાગે છે. મુસાફરી દરમિયાન ટ્રેન ૫૯ સ્ટેશનો પર ઉભી રહે છે. ડિબ્રુગઢ – કન્યાકુમારી સૌથી લાંબુ અંતર કાપતી આ ટ્રેન અઠવાડિયામાં માત્ર બે દિવસ ચાલે છે. ૈંઇઝ્ર્‌ઝ્ર વેબસાઈટ અનુસાર ટ્રેન નંબર ૧૫૯૦૫/૧૫૯૦૬ વિવેક એક્સપ્રેસ મંગળવાર અને શનિવારે ચાલે છે. ડિબ્રુગઢથી સાંજે ૭.૨૫ વાગ્યે શરૂ થયેલી આ ટ્રેન ૭૫ કલાક સુધી પાટા પર ચાલે છે અને ચોથા દિવસે બપોરે ૨૨.૦૦ વાગ્યે કન્યાકુમારી પહોંચે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/