fbpx
રાષ્ટ્રીય

કુપવાડામાં આર્મી-એસઓજીએ આતંકવાદીઓને ઘેરી લીધા બાદ બન્ને પક્ષનો સામ-સામે ગોળીબાર

જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ, હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લેતા એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે કેરાનના સરહદી વિસ્તારમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના ૬ આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તહેનાત છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જેના કારણે પર્વતીય દુર્ગમ વિસ્તારો ભારે ધુમ્મસથી ઘેરાયેલા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લઈને સામસામે ગોળીબાર કરી રહ્યાં છે. બીજી તરફ ડોડામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે બન્ને પક્ષે ગોળીબાર થઈ રહ્યો છે. ડોડામાં સોમવારથી આતંકીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે, પરંતુ સુરક્ષા દળોને હજુ સુધી આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી નથી.

ગાઢ જંગલો, ઉંચા પહાડો અને ખરાબ હવામાન સુરક્ષા દળો માટે એક પડકાર છે. જ્યારે આતંકવાદીઓ માટે છુપાવવા માટે કે પાછા પાકિસ્તાન તરફ ભાગી જવા માટે અનુકુળ વાતાવરણ છે. પરંતુ ભારતીય સૈન્ય ડોડામાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે મક્કમ ઊભા છે. એક અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં આતંકીઓનો ખાત્મો કરવામાં આવશે. રામબન-ડોડા રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં મધ્યરાત્રીના ૨ વાગ્યાની આસપાસ થયેલા એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા છે.

સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બન્ને જવાનોને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેમની સઘન સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન સેનાને રાત્રે શંકાસ્પદ ગતિવિધિઓ જાેવા મળી હતી. તાત્કાલિક શોધખોળ દરમિયાન, આતંકવાદીઓનું લોકેશન મળી આવ્યું હતું. ત્યારબાદ આતંકવાદીઓને ઘેરી લઈને એન્કાઉન્ટર શરૂ કરાયું છે. તેમણે કહ્યું કે પ્રારંભિક ગોળીબારમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે.

Follow Me:

Related Posts