fbpx
રાષ્ટ્રીય

ચોમાસાના અવિરત વરસી રહેલા વરસાદના કારણે કેદારનાથમાં ફરી એક વાર ભૂસ્ખલન થતાં મોટા પથ્થરો પડવયના કારણે ૩ શ્રદ્ધાળુઓ દટાઈ જવાથી મોત, ૮ ઘાયલ

ચોમાસાની ઋતુ હોવાથી આ વર્ષે કેદારનાથમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ વરસ્યો છે, કહેલાં ૩ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડયા હતા. આ મોટા પથ્થરો પડવાના લીધે ઘણા શ્રદ્ધાળુઓનો અકસ્માત થયો હતો જેમાંથી ૩ શ્રદ્ધાળુઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર હતી જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ ૮ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.આ અકસ્માત ચિરવાસા નામના સ્થળે થયો હતો.

આ ઘટના ની જાણ થતાની સાથે જ ચોકી ગૌરીકુંડ પોલીસ અને ડીડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતીના અનુસાર, ઘટનાનો ભોગ બનનાર યાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના માનવામાં આવી રહ્યા છે. ડીડીઆરએફની ટીમ દ્વારા તરત રાહત બચાવનું કામ શરૂ કરતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ગૌરીકુંડમાં સ્ટ્રેચરની મદદથી મોકલવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે અન્ય કેટલાક લોકો પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેઓ દર્શન કરવા જ જઈ રહ્યા હતા તે દરમિયાન ચિરવાસા પાસે ભૂસ્ખલનને કારણે મોટા મોટા પત્થરો અને કાટમાળ પડતા શ્રદ્ધાળુઓ તેના નીચે દટાયા હતા.

આ ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે અને કહ્યું કે – ‘કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડી પરથી પડી રહેલા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે કેટલાક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, હું આ મામલે અધિકારીઓના સતત સંપર્કમાં છું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.

મૃતકોના નામ
સુનિલ મહાદેવ, મહારાષ્ટ્ર, ઉંમર ૨૪ વર્ષ
અનુરાગ બિષ્ટ, તિલવારા
કિશોર અરુણ પરતે, મહારાષ્ટ્ર, ઉંમર ૨૧ વર્ષ
ઘાયલોના નામ
હરદાનભાઈ પટેલ, ગુજરાત, ઉંમર
અભિષેક ચૌહાણ, મહારાષ્ટ્ર, ઉંમર ૧૮ વર્ષ
ચેલાભાઈ ચૌધરી, ગુજરાત, ઉંમર ૨૩ વર્ષ
જગદીશ પુરોહિત, ગુજરાત, ઉંમર ૪૫ વર્ષ
ધનેશ્વર દંડે, મહારાષ્ટ્ર, ઉંમર ૨૭ વર્ષ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/