કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ ૨૦૨૪ માં કરવામાં આવેલી મોટી જાહેરાતો
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ નું પ્રથમ પૂર્ણ બજેટ એટલે કે સામાન્ય બજેટ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું તેમાં કરવામાં આવેલી મૂકી અને મોટી જાહેરાતો-
• ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ૧૦૦ થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવશે.
• બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પૂર્વોદય યોજના તૈયાર કરવામાં આવશે.
• દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર રાષ્ટ્રીય સહકાર નીતિ લાવશે
• ગ્રામીણ વિકાસ માટે રૂ. ૨.૬૬ લાખ કરોડની જોગવાઈ
• આંધ્રપ્રદેશને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે
• સરકાર દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને સીધા ઈ-વાઉચર્સ આપશે, જેમાં લોનની રકમ પર ત્રણ ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે.
• સરકાર રોજગાર સંબંધિત ત્રણ યોજનાઓ શરૂ કરશે
• પૂર્વ વિસ્તારમાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાની દરખાસ્ત
• અમે અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને સમર્થન આપીશું. આનાથી પૂર્વ વિસ્તારના વિકાસને વેગ મળશે.
• અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસને પણ સમર્થન આપીશું – પટના-પૂણિર્યા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર હાઇવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા અને બક્સરમાં રૂ. ૨૬,૦૦૦ કરોડના ખર્ચે ગંગા નદી પર વધારાના બે-લેન પુલ.
• તમામ ઔપચારિક ક્ષેત્રમાં કામ કરવા આવનાર તમામ નવા લોકોને એક મહિનાનો પગાર આપવામાં આવશે.
• ઈઁર્હ્લં સાથે નોંધાયેલ પ્રથમ વખતના કર્મચારીઓને ૩ હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ૧૫,૦૦૦ રૂપિયા સુધીનો એક મહિનાનો પગાર આપવામાં આવશે.
• પાત્રતા મર્યાદા ૧ લાખ રૂપિયા પ્રતિ માસ પગાર હશે. આ યોજનાનો લાભ ૨૧૦ લાખ યુવાનોને મળશે.
• સરકાર ખાનગી ક્ષેત્રો, નિષ્ણાતો અને અન્યોને આબોહવાને અનુકૂળ બીજ વિકસાવવા માટે ભંડોળ પૂરું પાડશે
• જોબ માર્કેટમાં પ્રવેશતા ૩૦ લાખ યુવાનોને સરકાર એક મહિનાનું પીએફ યોગદાન આપીને પ્રોત્સાહિત કરશે.
• સરકાર ઝીંગા ઉછેર અને માર્કેટિંગ માટે નાણાં પૂરાં પાડશે
• નીતિનો ઉદ્દેશ્ય ગ્રામીણ અર્થતંત્ર અને રોજગારીની તકોને વેગ આપવાનો છે
• શાકભાજીના ઉત્પાદન અને પુરવઠા શૃંખલા માટે વધુ હ્ર્લઁં ની રચના કરવામાં આવશે, ખેતીની જમીન અને ખેડૂતોના રેકોર્ડને ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવશે.
Recent Comments