fbpx
રાષ્ટ્રીય

ભાગેડુ વિજય માલ્યા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી

ભાગેડુ વિજય માલ્યા સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવા ઉપરાંત સેબીએ તેને ત્રણ વર્ષ સુધી કોઈપણ નેસ્ટેડ કંપનીમાં જાેડાવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સેબીએ ેંમ્જી છય્ સાથે વિદેશી બેંક ખાતાનો ઉપયોગ કરીને ભારતીય સિક્યોરિટી માર્કેટમાં નાણાં મોકલવાના કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરી છે. બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સ સાથેના છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા વિજય માલ્યાને ભારત સરકાર બ્રિટનમાંથી પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે. માલ્યા માર્ચ ૨૦૧૬થી બ્રિટનમાં રહે છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સેબી જાન્યુઆરી ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૮ના સમયગાળા માટે તેની તપાસમાં જાણવા મળ્યું કે માલ્યાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોને તેની જૂથ કંપનીઓ – હર્બર્ટસન લિમિટેડ અને યુનાઈટેડ સ્પિરિટ્‌સ લિમિટેડના શેરનું ગુપ્ત રીતે વેપાર કરવાની વ્યવસ્થા કરી હતી. રોકાણકારો (હ્લૈંૈં) મેટરહોર્ન વેન્ચર્સનો ઉપયોગ કરે છે. આ માટે વિવિધ વિદેશી ખાતા દ્વારા નાણાં મોકલવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ શરાબના કારોબારી માલ્યાએ મેટરહોર્ન વેન્ચર્સનો ઉપયોગ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ેંમ્જી છય્ સાથેના વિવિધ ખાતા દ્વારા નાણાંનું રોકાણ કરવા માટે કર્યો હતો. તેણે પોતાની સાચી ઓળખ છુપાવવા માટે વિવિધ વિદેશી સંસ્થાઓનો ઉપયોગ કર્યો હતો.

સેબીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેટરહોર્ન વેન્ચર્સને હર્બર્ટસન્સમાં નોન-પ્રમોટર પબ્લિક શેરહોલ્ડર તરીકે ખોટી રીતે લિસ્ટ કરવામાં આવી હતી જ્યારે તેનું ૯.૯૮ ટકા શેરહોલ્ડિંગ પ્રમોટર કેટેગરીમાં હતું. સેબીના ચીફ જનરલ મેનેજર અનિતા અનુપે તેના ૩૭ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે આ કેસમાં માલ્યાએ પોતાની ઓળખ છુપાવીને અને તેની વિદેશી સંબંધિત કંપનીઓના નિયમનકારી ધોરણોની અવગણના કરીને ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ માટે હ્લૈંૈં માર્ગનો ઉપયોગ કર્યો છે. આ રીતે તેણે બહુ-સ્તરીય વ્યવહારો દ્વારા તેની પોતાની જૂથની કંપનીઓના શેરમાં પરોક્ષ રીતે વેપાર કરવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે માલ્યાની આ કાર્યવાહી માત્ર છેતરપિંડી અને ગેરમાર્ગે દોરનારી નથી પરંતુ સિક્યોરિટી માર્કેટની અખંડિતતા માટે પણ ખતરો છે. આવી સ્થિતિમાં સેબીએ માલ્યાને સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ આપતા અટકાવી દીધા છે. તેને ત્રણ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ ફર્મમાં જાેડાવા પર પ્રતિબંધ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/