હિંડનબર્ગ મારફતે દેશની પ્રગતિને રોકવાનું કોંગ્રેસનું ષડયંત્ર : રવિશંકર પ્રસાદ
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. જેના કારણે, આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે. હિંડનબર્ગને ગત જુલાઈમાં નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અને તેમની ટુલકીટ દેશને નફરત કરે છે. દેશને આર્થિક રીતે નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર રાજકીય ગરમાવો વધી ગયો છે.
હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપે હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે દેશ વિરુદ્ધ આર્થિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હિંડનબર્ગના લોકો ભારત વિરોધી પ્રચાર ચલાવે છે. શેરબજારને હચમચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ, આજે સોમવારે હિંડનબર્ગ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર જાેરદાર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને તેની ટુલકીટ દેશને નફરત કરે છે.
ક્યારેક રાફેલનો પત્ર, ક્યારેક હિંડનબર્ગનો અહેવાલપ આખરે કોંગ્રેસ શું ઈચ્છે છે ? દેશની પ્રગતિને રોકવાનું ષડયંત્ર છે. તેઓ આરોપ લગાવીને ભાગી જાય છે. હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ (હ્લડ્ઢૈં)ને આવતુ રોકવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. મોદીના પીએમ બનવાથી કોંગ્રેસ ચિંતિત છે. કોંગ્રેસને પીએમ પ્રત્યે નફરત છે. ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. તેથી આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે. હિડનબર્ગ મારફતે કોંગ્રેસ, દેશનું શેરબજાર અને નાના રોકાણકારોને બરબાદ કરવા માંગે છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, હિંડનબર્ગમાં જ્યોર્જ સોરોસનું મુખ્ય રોકાણ છે, જેઓ ભારત વિરુદ્ધ સતત દુષ્પ્રચાર ચલાવે છે. કોંગ્રેસ જણાવે કે તેઓ શું ઈચ્છે છે ? મોદીને નફરત કરતી વખતે કોંગ્રેસ દેશને નફરત કરવા લાગી છે. જાે ભારતનું શેરબજાર બગડશે તો નાના રોકાણકારો પાયમાલ થશે. ટુલકીટ વાળા લોકોને ભારતના વિકાસની ચિંતા નથી. ક્યાંકથી ચિટ મેળવો અને ફરી શરૂ કરોપ કોંગ્રેસનું રાજકારણ ટુલકીટ અને ચિટ પર ચાલે છે. ક્યારેક રાફેલની ચિટ તો ક્યારેક હિંડનબર્ગની ચિટ. કોંગ્રેસના જૂના નેતાઓ કેમ ચૂપ છે? હિંડનબર્ગને નોટિસ આપવામાં આવી છે. સેબીએ જુલાઈમાં હિંડનબર્ગને નોટિસ આપી હતી પરંતુ જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો હતો. સેબી એક્ટમાં સુનાવણી અને અપીલ બંનેની જાેગવાઈ છે.
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, તેમને આશા હતી કે કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને ટૂલ કીટ, દેશમાં ત્રીજી વખત સત્તાથી વિમુખ રહ્યાં બાદ સંયમ અને શાંતિ જાળવી રાખશે, પરંતુ તેમને મોદી સામે નફરત છે અને મોદીને હટાવવાના પ્રયાસો કરી રહ્યા છે. દેશને આર્થિક રીતે નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં આર્થિક અરાજકતા અને આર્થિક અસ્થિરતા સર્જવાના પ્રયાસો કોંગ્રેસ અને તેની ટુલકીટ દ્વારા થઈ રહ્યા છે. ગઈકાલ રવિવારે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, હિંડનબર્ગના નવા રિપોર્ટ પર સેબી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સેબી ચીફ વિરુદ્ધ રિપોર્ટમાં ખૂબ જ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આનાથી સેબીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. રાહુલ ગાંધીએ એવો પ્રશ્ન પણ કર્યો હતો કે, સેબીના વડાએ હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? રોકાણકારોનું નુકસાન કોણ ભરપાઈ કરશે?
Recent Comments