વધુ ઉપજ આપતા ૧૦૯ પ્રકારના બાયોફોર્ટિફાઈડ બીજ વિકસાવ્યા
વડાપ્રધાન મોદીએ ખેડૂતો સાથે વાતચીત કરી, કૃષિક્ષેત્રે નવા સંશોધન અને નવીનતા ઉપર ભાર મૂકવા જણાવ્યુંવડાપ્રધાન મોદીએ ૧૦૯ નવા પ્રકારના બીજ લોંચ કર્યા સાથે કહ્યુ,”બિયારણની નવી જાત અપનાવો”વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગઈકાલ રવિવારે ૧૧ ઓગસ્ટે ખેડૂતોને મળ્યા અને ખેડૂતોને નવા વિકસાવેલા બીજની મોટી ભેટ આપી. વાસ્તવમાં પીએમ મોદી પુસા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ ૧૦૯ નવા પ્રકારના બીજ લોંચ કર્યા હતા. જે વધુ ઉપજ આપતા અને બાયોફોર્ટિફાઈડ બીજ પણ છે. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
જ્યારે પીએમ મોદી ખેડૂતો સાથે વાત કરવા માટે પુસા પહોંચ્યા, ત્યારે ત્યાં ભારે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ અધિકારીઓએ પીએમને વિનંતી કરી કે વાતચીત રદ કરવામાં આવે, પરંતુ પીએમએ ભારપૂર્વક કહ્યું કે તેઓ વરસાદ હોવા છતાં ખેડૂતો સાથે વાત કરશે. ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કૃષિમાં સંશોધન અને નવીનતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ “જય જવાન, જય કિસાન” ના સૂત્ર અને અટલજી દ્વારા પાછળથી ઉમેરાયેલ “જય વિજ્ઞાન” ને યાદ કર્યું હતું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન” સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું છે. ઁસ્ એ કહ્યું કે, કેવી રીતે તેમણે સંશોધન અને નવીનતાને મહત્વ આપતા સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું. પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતો કુદરતી ખેતી અપનાવીને મહત્વની સિદ્ધિઓ મેળવે તેવી અપેક્ષા છે. ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે પીએમએ કહ્યું કે, ખેડૂતો ધરતી માતા પ્રત્યેની તેમની જવાબદારી પ્રત્યે જાગૃત છે અને જંતુનાશકોથી દૂર રહે છે. કુદરતી ખેતી તરફનો આ બદલાવ ખેડૂતોને વધુ સારા પરિણામો આપી રહ્યો છે.
વડા પ્રધાને ખેડૂતોને સંશોધનની મદદથી વિકસિત કરેલા બિયારણની નવી જાતો અપનાવવાનું સૂચન કર્યું, પીએમએ ખેડૂતોને પૂછ્યું કે શું તેઓ બિયારણની નવી જાતોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે કે પછી અન્ય લોકો તેનો ઉપયોગ કરે અને તેના પરિણામો જાેયા પછી, તેઓ ઉપયોગ કરવાનું શરૂ કરશે. પીએમએ તેમને સૌપ્રથમ તેમની જમીનના નાના ભાગ પર નવી જાતના બીજનો ઉપયોગ કરવા અને પરિણામો જાેવાનું સૂચન કર્યું અને કહ્યું કે જાે તેઓને સંતોષકારક પરિણામો મળે તો તેઓએ તેનો ઉપયોગ કરવો જાેઈએ અને બીજાને પણ આની જાણકારી આપવી જાેઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, વર્તમાન સરકારે ત્રીજી વખત દેશની કમાન સંભાળી છે, જેના કારણે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપે કામ કરશે.
Recent Comments