જાે કોઈ દોષિત હોય તો પણ બુલડોઝરથી ઘર તોડી ન શકાય : સુપ્રીમ કોર્ટ
બુલડોઝરના મામલામાં આજે સુપ્રીમમાં સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે શું કોઈનું ઘર એટલા માટે તોડવામાં આવે છે કારણ કે તે આરોપી છે કે પછી તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈનું પણ ઘર તોડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટપણે કહ્યું હતું કે જાે કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્યા વિના તેનું ઘર તોડી શકાય નહીં. ડિમોલિશનની કાર્યવાહી સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે કોઈના ઘરને માત્ર એટલા માટે તોડી શકાય કે તે આરોપી છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે તે કોઈપણ અનધિકૃત બાંધકામને રક્ષણ નહીં આપે. ડિમોલિશનની કાર્યવાહી સામેની અરજી પર સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે નક્કી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ.
સૌથી વધારે બુલડોઝર ઉત્તર પ્રદેશમાં ચાલ્યા છે. ઉત્તર પ્રદેશ બાદ ભાજપ શાસિત રાજ્યોએ બુલડોઝર ચલાવ્યા છે. હવે આ કેસમાં નવી ગાઈડલાઈન આવે તેવી પણ સંભાવના છે. જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે જાે સરકાર ખાતરી આપે કે બુલડોઝર જસ્ટિસના નામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં તો સમગ્ર વિવાદનો અંત લાવી શકાય છે. આ મામલે સુપ્રીમે પણ આકરું વલણ દાખવ્યું છે. જસ્ટિસ ગવઈએ બુલડોઝરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય? જાે તે દોષિત સાબિત થઈ જાય તો પણ તેનું ઘર આ રીતે તોડી શકાય નહીં. જીઝ્રના અગાઉના સ્ટેન્ડ છતાં અમે સરકારના વલણમાં કોઈ ફેરફાર જાેતા નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકારે ઓગસ્ટ ૨૦૨૨માં આ મુદ્દે સોગંદનામું દાખલ કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈની મિલકત પર બુલડોઝર માત્ર એટલા માટે ચલાવી શકાય નહીં કારણ કે તે આરોપી છે. મ્યુન્સિપલ કાયદાના ઉલ્લંઘનમાં જ આ કરી શકાય છે. જે સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી.
Recent Comments