fbpx
રાષ્ટ્રીય

ઈમરાન ખાનની પાર્ટીના વિરોધમાં ૩૧ બાઇક અને ૪૪૧ કેમેરાની તોડફોડ, ૨૪ કરોડનું નુકસાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એક વર્ષથી વધુ સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે, જેની સામે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે બુધવારે એ વાત સામે આવી છે કે એક સપ્તાહની અંદર જ ઈમરાન ખાનની પાર્ટીએ વિરોધ પ્રદર્શન દરમિયાન ૨૪ કરોડ રૂપિયાની ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે.

ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો અને કાર્યકરોના હિંસક વિરોધના એક સપ્તાહ પછી ઈસ્લામાબાદ ઈન્સ્પેક્ટરે ઈસ્લામાબાદ ચીફ કમિશનરને સુપરત કરેલા અહેવાલમાં નુકસાનનો ખુલાસો થયો હતો. સરકારે બંધારણીય સુધારો રજૂ કર્યા પછી, ઇમરાન ખાને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. ઇમરાન ખાનની પાર્ટીએ તેમની મુક્તિની માંગ કરી અને સ્થળ તરીકે ડી-ચોકને પસંદ કર્યું, તે જ સ્થાન તેમણે અને તેમની પાર્ટીએ ૨૦૧૪ માં સંઘીય રાજધાનીમાં તેમની ૧૨૬-દિવસ લાંબી ધરણા દરમિયાન કબજાે કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ૧૪ કરોડ રૂપિયાના ૪૪૧ સેફ સિટી કેમેરાની તોડફોડ કરવામાં આવી હતી, ૧૦ પોલીસ વાહનો, ૩૧ મોટરસાઇકલ અને ૫૧ ગેસ માસ્કને પણ નુકસાન થયું હતું. અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓએ ત્રણ ખાનગી વાહનો અને એક ક્રેનને પણ નુકસાન પહોંચાડ્યું. એટલું જ નહીં, એક પોલીસકર્મીનું મોત થયું અને ૩૧ ઘાયલ થયા. પાકિસ્તાન આવતા અઠવાડિયે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, જીર્ઝ્રં મીટિંગનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે.

વડા પ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે કહ્યું હતું કે ઇમરાન ખાનની પાર્ટીને ૨૦૧૪ ની હડતાલનું પુનરાવર્તન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જેના કારણે ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત રદ કરવામાં આવી હતી. પીટીઆઈના વિરોધને કારણે શુક્રવારથી ઓછામાં ઓછા રવિવાર સુધી રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં જનજીવન ખોરવાઈ ગયું હતું કારણ કે દેખાવકારોને પ્રવેશતા રોકવા માટે બંને શહેરોને કન્ટેનરથી ઘેરી લેવામાં આવ્યા હતા. ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાહોરમાં શનિવારે પણ આવી જ સ્થિતિ જાેવા મળી હતી.

Follow Me:

Related Posts