fbpx
રાષ્ટ્રીય

સંજય રાઉતે બાબા સિદ્દીકી હત્યા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું કે- ‘ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે’

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને દિગ્ગજ NCP નેતા અજિત પવાર બાબા સિદ્દીકી હત્યા મામલે કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ રાજ્ય સરકાર આરોપીઓને કડક સજા આપવાની વાત કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે સરકાર જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.સંજય રાઉતે કહ્યું કે, ‘મેં પહેલા પણ કહ્યું હતું કે આ સરકાર પછી મુંબઈમાં ગેંગ વોર અને અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે. આ સરકારને અંડરવર્લ્ડનું પણ સમર્થન છે. ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આજે 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આનો અર્થ એ થયો કે દેશમાં 50,000 કરોડ રૂપિયાનાં ડ્રગ્સનું વિતરણ થઈ ચૂક્યું છે. હવે જનતાને એ કહેવાની જરૂર નથી કે પૈસા કઇ પાર્ટી પાસે જાય છે.સંજય રાઉતે આગળ કહ્યું કે, ‘ગુજરાતની સાબરમતી જેલમાં બંધ એક ગેંગસ્ટર બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લે છે. સિદ્દીકી કોઈ સામાન્ય નેતા નથી.

પોલીસ રક્ષણ હેઠળ આવી વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. કોણ લઈ રહ્યું છે એની જવાબદારી, ATS ગુજરાતની કસ્ટડીમાં ગેંગસ્ટર. આ કેટલું ગંભીર છે? કેન્દ્રીય ગૃહમંત્રી કે જેઓ ગુજરાતના છે તેમના માટે પડકાર છે. અજિત પવારે અમિત શાહના રાજીનામાની માંગ કરવી જોઈએ.રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી શિંદેએ અક્ષય શિંદે જે બદલાપુર જાતીય શોષણ કેસમાં આરોપી હતો તેને ગોળી માર્યા પછી પોતાને સિંઘમ સમજે છે. હવે આ ‘સિંઘમગીરી’ અહીં બતાવો. જો તમારામાં હિંમત હોય તો બાબા સિદ્દીકી હત્યા કેસના કાવતરાખોરોનો સામનો કરો.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બાબા સિદ્દિકીની હત્યા પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉભા થઈ રહેલા પ્રશ્નો પર કહ્યું કે સરકાર જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સુનિશ્ચિત કરીશું કે આવા ગુનાઓ માટે જવાબદાર લોકોને જવાબદાર ગણવામાં આવે અને તેમને બક્ષવામાં ન આવે. શિંદેએ પુષ્ટિ કરી કે મુંબઈ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. સાથે જ કહ્યું કે મહારાષ્ટ્રના નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.તેમણે વધુમાં કહ્યું કે, ‘બાબા સિદ્દિકીની હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. મુંબઈ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક આરોપી યુપીનો અને બીજો હરિયાણાનો છે. જ્યારે ત્રીજો આરોપી ફરાર છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. તેને બક્ષવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ હોય, પછી તે બિશ્નોઈ ગેંગ હોય કે કોઈપણ અંડરવર્લ્ડ ગેંગ. કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમને ધમકીઓ મળી રહી છે તેમની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે અને તે તેની જવાબદારી નિભાવશે.

Follow Me:

Related Posts