fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૦ દર્દીના મોત

પોઝિટિવ કેસની સંખ્યા ૧૦,૯૨૭ પર પહોંચી, ૭૩૫ દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૦ દર્દીના મોત થયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજાર ૯૨૭ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૭૩૫ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે ૭૮ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા માટે મનપાએ શરૂ કરેલી સર્વેલન્સની કામગીરીમાં ૫૭૧૪ ઘરમાં સરવે કરતા ૮૦ લોકો શરદી, તાવ, ઉધરસના લક્ષણવાળા મળી આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ ૬૪ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે.
જેમાં સોમવારે શાસ્ત્રીનગર નાનામવા મેઇન રોડ, ચંદ્રપાર્ક બિગબજાર પાસે, હસનવાડી ભક્તિનગર સર્કલ પાસે, નવરંગ પાર્ક કોઠારિયા મેઇન રોડ, યશ એપાર્ટમેન્ટ દીવાનપરા, જયરાજ પ્લોટ, ભરતવન સોસાયટી કોઠારિયા રોડ, કલ્યાણ પાર્ક રેસકોર્સ રોડ, સદગુરુનગર કુવાડવા રોડને નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે રાજકોટ જિલ્લામાં ૨૩૩ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે જેમાં ભવાની કૃપા કૈલાસ બાગ ગોંડલ, નવા બસ સ્ટેન્ડ પાસે ધોરાજી, ગીતાનગર જસદણ, પ્રશીલપાર્ક મુંજકા, કોટડાના ચાંપાબેડા પોલીસ સ્ટેશન પાસે, જામકંડોરણામાં યમુનાનગર, જેતપુરની શ્રદ્ધા સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે આવરી લેવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/