fbpx
સૌરાષ્ટ - કચ્છ

તાલાળા મોડી રાતથી સવાર સુધીમાં 19 આંચકાથી ધ્રુજતું રહ્યું

શિયાળાના આગમન સાથે જ તાલાલા પંથકની ધરતીના પેટાળમાં ફરી સળવળાટ શરૂ થયો હોય તેમ મધરાત્રીના 1:15 મિનિટે 2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, તો ત્યારબાદ 1:42 મિનિટે 1.7, 3:11 મિનિટે 2.2, 3:46 મિનિટે 3. 3 તીવ્રતા, 3: 55 મિનિટે 3.2ની તીવ્રતા, તો તે જ સમયગાળામાં બીજો 3:55 મિનિટે 3.1ની તીવ્રતા નો આંચકો આવ્યો હતો, 3:58 મિનિટે 1.8 ની તીવ્રતા, 4:7 મિનિટે 2.4ની તીવ્રતા, 4:44 મિનિટ 2.9ની તીવ્રતા, તો 15 મિનિટના જ અંતરમાં વહેલી સવારે પાંચ આંચકાઓમાં 5:26 મિનિટે 2 તીવ્રતા, 5:27 મિનિટે 3.1ની તીવ્રતા, 5:28 મિનિટે 2.5ની તીવ્રતા, 5:35 મિનિટ 1.8ની તીવ્રતા, 5:40 મીનીટે 1.4ની તીવ્રતા તો 6:9 મિનિટે બેની તીવ્રતાનો આંચકો નોંધાયો, 7:34 મિનિટે 3.1ની તીવ્રતા, 8:6 મિનિટે 1.9, 8:12 મિનિટે 2.1ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. આ લખાય છે ત્યારે સવારે 9:26 વાગ્યે 19મો આંચકો 3.2ની તિવ્રતાનો આવ્યો હતો. આ આંચકાનું એપીસેન્ટર તાલાળાથી 12 કિ.મી.

મધરાત્રે થી સવાર સુધીમાં ત્રણની તીવ્રતા થી વધુના 6 આંચકાઓ સહિત કુલ 19 આંચકાઓને પગલે જો કે ભર નિદ્રામાં સૂતેલા લોકોને ઓછો અનુભવ થયો હતો પરંતુ શિયાળાના આગમન સાથે જ ફરીથી તાલાળા પંથકની ધરતીના પેટાળમાં સળવળાટએ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો બીજી તરફ ગાંધીનગર સિસ્મોલોજી નોંધાયેલા આંચકાઓ પૈકી ના પાંચ આંચકાઓની તીવ્રતા 3થી વધુ હોય ઠંડીની શરૂઆત સાથે જ ફરીથી પેટાળમાં થતી ધ્રુજારીને કારણે લોકો મા ફફડાટ વ્યાપ્યો છે.

સવારે 3:46 થી 3:55 નવ મિનિટમાં જ 3ની તીવ્રતાનાં ત્રણ આંચકા જે પૈકી બે આંચકાઓ તો એક જ સમય દરમિયાન જેમાં 3:46 મિનિટે 3.3ની તીવ્રતા તો 3:55 મિનિટ પર આવેલા જ બે આંચકા ઓ 3.2 અને 3.1 ની તીવ્રતા નોંધાયા હતા તો આ ઉપરાંત 3ની તીવ્રતાનાં આંચકામાં વહેલી સવારે 5:27 મિનિટે 3.1 અને સવારે 7:34 મિનિટે 3.1ની તીવ્રતા નોંધાઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/