fbpx
બોલિવૂડ

આદિપુરુષનાં “રાવણ” સૈફ અલી ખાને કહ્યું અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ રાવણે સિતાનું અપહરણ કર્યું હતું

આદિપુરુષમાં રાવણ બનેલા સૈફ અલી ખાનના વિવાદિત નિવેદન ઉપર ઘમાસાન મચ્યુ છે. સૈફ અલી ખાને પોતાની આવનારી ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. પછી સોશિયલ મીડિયામાં આ ફિલ્મ અને સૈફ અલી ખાનના બહિષ્કારની માગ કરી રહ્યા છે. દક્ષિણના જાણીતા અભિનેતા પ્રભાસની આવનારી ફિલ્મ આદિપુરુષને લઈને જાેરદાર તૈયારી કરી રહ્યા છે. બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ આદિપુરુષને લઈને દરેક લોકો ખુબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં સૈફ અલી ખાન લંકેશ બનીને દરેકને ડરાવવા માટે તૈયાર દેખાઈ રહ્યો છે. હજુ ફિલ્મ બનવાની શરૂ પણ નથી થઈ.
પરંતુ પોતાના એક નિવેદનના કારણે સૈફ ફરી એક વાર વિવાદમાં સપડાય ગયો છે. જાણીતા નિર્માતા ઓમ રાઉત રામાયણની કહાની ઉપર મોટા બજેટની ફિલ્મ આદિપુરુષ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં બાહુબલી સ્ટાર પ્રભાસ, સીતાના પાત્રમાં કૃતિ સેનન જ્યારે રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાન જાેવા મળશે. ફિલ્મ પર કામ હજુ શરૂ કરવામાં આવ્યું નથી ત્યાં સૈફ અલી ખાનના એક નિવેદનથી લોકો નારાજ થયા છે. અભિનેતા સૈફ અલી ખાન રાવણના પાત્ર માટે ખુબ જ તૈયારી કરી રહ્યો છે.
એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુંમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે તે આ રોલ માટે ઉત્સાહિત છે. સૈફ અલી ખાને કહ્યું હતું કે, આવા રાક્ષસનું પાત્ર ભજવવામાં મજા આવશે. અમે આ પાત્રને થોડુ વધારે મજેદાર બનાવીશું. અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ રાવણે સિતાનું અપહરણ કર્યું હતું. સૈફ અલી ખાને વધુમાં કહ્યું હતું કે અમે આ ફિલ્મને ખુબ જ મનોરંજક બનાવવાના છીએ. સીતાનું અપહરણ અને રામની સાથે થયેલા યુદ્ધના કારણને અમે ક્લિયર કરતા તેની બહેન માટેના બદલાની ભાવનાની સાથે જાેડીને બતાવવાના છીએ.

Follow Me:

Related Posts