fbpx
સૌરાષ્ટ - કચ્છ

સમગ્ર ગુજરાત માં ટીમ ગબ્બરની રજૂઆત કે એજન્સીના કરાર રદ કરી કરાવી પોતાની ટોઈંગ ક્રેઈન વસાવા ઉના મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અપાયું

ઉનાના વિનોદભાઈ બાંભણીયા તથા તાલાળાના વિજયભાઈ હિરપરા દ્વારા ઉના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે જણાવતા કહ્યું કે ટિમ ગબ્બર ને જાણવા મળેલ છે કે સુરત શહેરના ગેર કાયદેસર પાર્કિંગ કરેલા વાહનોને અને ટ્રાફિક કાયદાનો ભંગ કરતા વાહનોને જપ્ત કરવા માટે સુરત શહેરના ટ્રાફિક કમિશનર દ્વારા અગ્રવાલ એજન્સીને વાહનો ઊંચકવા માટે અને દંડ વસુલ કરવા માટે જે કોન્ટેકટ અપાયેલ છે જેમાં કોંભાડો થયાનું જાણવા મળેલ છે અને જે બાબતે અગ્રવાલ એજન્સીને અપાયેલા કોન્ટેક્ટમાંટ્રાફિક પોલીસ દ્વારા એજન્સીને લાભ કરાવાના પણ આક્ષેપો થયા છે જેથી સુરત શહેરના લોકોના ગેરકાયદેસર રીતે તાજેતરમાં નંદુડોશીની વાડીના સોસાયટીના દરવાજાની અંદરથી પણ વાહનો ઊચકવાનું એજન્સીના કામદારો દ્વારા વાહનો ઊંચકી લઈ ગેરકાયદેસર દંડ ભરવાની નોબત આવી છે ત્યારે શહેરની જનતાના નાણાઆવી એજન્સીઓ પોતાના નફા માટે કાયદાના જોરે અને બેફામ પણે વર્તન કરીને લોકોના ખીચ્ચા ખખેરી રહ્યા છે અને સરકારશ્રી ની આવક એજન્સીઓને ગજવે જાય છે. ભૂતકાળમાં વરાછા રોડના ગીતાંજલિ સિનેમા બાજુમાં દિવ્યેશ ચાવડા અને અશોક ભાલીયા જેવા શિક્ષિત વ્યક્તિઓ સાથે પણ કેન એજન્સીના સ્ટાફ દ્વારા હુમલો કરીને ઉપરથી પોલીસ ફરિયાદ પણ કરી કાયદાનો ગેર ઉપયોગ કરેલ છે જેથી સરકાર શ્રી પોતાના ખર્ચે એક જ વાર ખર્ચ કરીને કાયમી આવક મેળવવા માટે અને આ કેનને ચલાવવા માટે સુરત શહેરમાં ઘણા બધા યુવાનો ને રોજગારી મળી શકે તેમ હોય જેથી સત્વરે સરકાર શ્રી દ્વારા તુરંત પગલાં લઈ અમારી  રજૂઆત ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી અર્થે સંલગ્ન કચેરીને મોકલી રજૂઆત  કરાય

Follow Me:

Related Posts