જામનગરમાં મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ તરીકે નોંધાયો
જામનગરમાં આજે મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ છે. તાપમાનમાં લઘુત્તમ પારો સીંગલ ડીજીટમાં પહોંચી ગયું છે ત્યારે કાળા માથાનો માનવી તો ગમે તેમ કરીને ઠંડી સામે રક્ષણ મેળવી લેશે, પરંતુ પ્રાણી સંગ્રહાલ્યમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓની કાતિલ સમયમાં હાલત કફોડી બને છે. ત્યારે તંત્રએ પક્ષીઓને ગરમી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.
જામનગર તળાવની પાળ પાસે આવેલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રાહાલ્યમાં ૨૦૦થી વધુ પક્ષીઓ રાખવામાં આવેલા છે. જેમાં કોકેટીલ, બજરીગર, ઇમુ, કબુતર અને લવબર્ડનો સમાવેશ થાય છે આ ઉપરાંત સાપ અને માછલી, દેડકા, બતક પણ મોટા પ્રમાણમાં છે ત્યારે ખુલ્લા પાંજરામાં ઠંડીનો સામનો કરતા આ પક્ષીઓ ઠંડીનો ભોગ બની મોતને ભેટે તે પહેલા કાર્યવાહી કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા કંતાન અને અન્ય ગરમ કપડા દ્વારા પાંજરાને ઢાંકીને ઠંડા પવન અને ભેજથી બચવા માટેની વ્યવસ્થા કરાય છે. જયારે પાંજરાની અંદર ઇલેકટ્રીક લેમ્પ અને વધુ સુકા ઘાસ રાખી વાતાવરણમાં ઝાકળની અસર ઓછી કરવાનો પ્રયાસ કરાય રહ્યો છે. મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રાહાલ્યમાં પક્ષીઓ માટે કરવામાં આવેલી ઠંડીથી બચવાની વ્યવસ્થાથી જામનગરના પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે.
Recent Comments