fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં ગિરનાર સિંહ દર્શનનો પ્રારંભ, આચાર સંહિતાને લઈને સાદાઈથી શરૂઆત

જૂનાગઢમાં ગિરનાર સિંહ દર્શનનો પ્રારંભ થયો છે. પ્રજાસત્તાક દિને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. આચાર સંહિતાને લઈને સાદાઈથી શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારથી ગિરનારના જંગલમાં પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યુ હતું. ૨૦૦ મીટર દૂર જતાં જ બે સિંહોના દર્શન થતા બાદમાં પક્ષીઓ, પ્રાણીઓ અને પ્રાકૃતિક સૌંદર્યના અદભુત દર્શનનો લ્હાવો મળ્યો હતો. સાસણ કરતાં પણ ગીરનાર સફારીમાં વધુ મજા આવી હોવાનો પ્રવાસીએ જણાવ્યું હતું. ગિરનાર સિંહ દર્શનની પ્રથમ ત્રણ ટ્રીપમાં ૧૮ પ્રવાસીઓ સિંહ દર્શન કરી પરત આવ્યા હતા.
ઇન્દ્રેશ્વર નાકાથી લઇ પાતુરણ ચેકપોસ્ટ સુધી ૨૬ કિલોમીટરના રૂટમાં સિંહ દર્શનનો પ્રારંભ થયો છે. દરરોજની ૮ પરમીટ કાઢવામાં આવશે. સવારે ચાર અને સાંજે ચાર પરમીટ આપવામાં આવશે. જીપ્સીના રૂટ આસપાસ ૫૦ જેટલા સિંહોનો વસવાટ છે. પ્રવાસીઓને ગિરનારમાં સિંહ દર્શન માટે ૮૦૦ રૂપિયા પરમીટ ચાર્જ, ૧ હજાર ૭૦૦ રૂપિયા ભાડું અને ચારસો રૂપિયા ગાઈડના સહિત કુલ ૨ હજાર ૯૦૦ રૂપિયા ચાર્જ ચુકવવાનો રહેશે.

સિંહ દર્શનની શરૂઆત બે વર્ષ પહેલાં જ કરવાની જાહેરાત થઈ હતી, પરંતુ આ મુદ્દો કોર્ટમાં જતા ટલ્લે ચડી ગયો હતો જેથી ગિરનારમાં સિંહ દર્શન માટે ૧૦ જિપ્સી ૧૨ ગાઈડ તૈયાર જ હતા અને આજથી સાસણ બાદ હવે પ્રવાસીઓને ગિરનારમાં સિંહ સાથે અનેક પક્ષીઓ પ્રાણીઓ અને પ્રકૃતિના દર્શન કરવાનો લ્હાવો મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/