fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, લાખો લીટર પાણીનો વેડફાટ

આજે જૂનાગઢમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઝાંઝરડા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢમાં ભર શિયાળે પાઈપલાઈન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. રોડ પર ગાબડું પડતાં ચાર વાહનો જમીનદોસ્ત પણ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. આ ઘટનાના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઝાંઝરડા રોડ વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ફરી એકવાર રાજ્યમાં કાતિલ ઠંડીનું જાેર વધવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન ૨થી ૪ ડિગ્રી ઘટશે જેના કારણે કાતિલ ઠંડીનું મોજું રાજ્યભરમાં ફરી વળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું જાેર વધશે.
૪ ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે, જેથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચે જશે. કચ્છ (ોંષ્ઠર)માં ૪ અને ૫ ફેબ્રુઆરીના રોજ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે, એટલું જ નહીં ૪ અને ૫ ફેબ્રુઆરીએ રાજ્યમાં લઘુતમ તાપમાન ૨થી ૪ ડિગ્રી ઘટશે. ફરી એકવાર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, હવામાન વિભાગના મતે આગામી ૫ અને ૬ ફેબ્રુઆરીના રોજ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હા.. વરસાદની સંભાવના નથી, પરંતુ ૨ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
આગામી ૨૪ કલાક બાદ શહેરમાં વાતાવરણમાં ટેમ્પરેચર ઘટશે. ૨થી ૪ ડિગ્રી તાપમાન ઘટશે જેથી ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી છે. રાજ્યમાં થોડા દિવસો પહેલાં ઠંડીના ચમકારાનો અનુભવ કરનાર લોકોને હવે ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે ઠંડીમાં ઘટાડો થયો છે. ૮ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. પણ અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું. અમદાવાદમાં ધુમ્મસ અને વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. આગામી ૨ દિવસ બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/