fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ માર્કેટ યાર્ડમાં ૧.૨૫ લાખ કટ્ટા લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાય ગયું છે. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી જ વાહનોની ૪થી ૫ કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઈ હતી. જે રાત્રિના ૧૨ વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે ૧.૨૫ લાખ ડુંગળીના કટ્ટાની આવક થઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ૩ દિવસ પહેલા પણ ૧ લાખ જેટલા કટ્ટાની આવક થઈ હતી. જેમાં લાલ ડુંગળીના અંદાજે ૧ લાખ કટ્ટા તેમજ સફેદ ડુંગળીના ૧૫થી ૨૦ હજાર કટ્ટાની આવક થઈ હતી. લાલ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૫૦થી લઈને ૫૫૦ રૂપિયા સુધીના ભાવ હરાજીમાં બોલાયા હતાં.

તો બીજી તરફ સફેદ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૫૦થી લઈને ૨૫૦ સુધીના બોલાયા હતાં. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાતા હાલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાનું હબ ગણવામાં આવે છે. ત્યારે આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ૪૫૦૦ ગુણી ધાણાની આવક થઈ હતી. જેના ભાવ ૯૦૦થી ૧૬૦૦ સુધીના બોલાયા હતાં. તેમજ ધાણીનો ભાવ ૧૧૦૦થી ૨૧૦૦ સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ અલગ અલગ ૧૦થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળી સહિતની જણસીઓ ખરીદી માટે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે આવતા હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/