fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, બીજી યાદી પહેલા કોંગ્રેસમાં ભડકો

રાજકોટ મપાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસની જાહેરસભા યોજાઈ છે. શહેર કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૨ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવે તે પહેલા કોંગ્રેસે ઢેબર ચોક ખાતે જાહેરસભાનું આયોજન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતાં જાેવા મળ્યાં હતાં. શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, અમારૂ શાસન આવશે તો ઇ-મેમોના કેસ અમારા તરફથી વકીર રાખી મફ્તમાં લડવામાં આવશે. કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલા કોંગ્રેસમાં ભડકો જાેવા મળ્યો છે. કોંગ્રેસ પ્રભારી નરેશ રાવલ રાજકોટ દોડી આવ્યા છે.

રાજકોટ શહેર પ્રમુખનું નામ જાહેર થાય તે પહેલા જ હાલના શહેર પ્રમુખ અશોક ડાંગરે વોર્ડ નં.૧૭માં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. કોંગ્રેસના નામ જાહેર ન થતા તેઓએ ફોર્મ ભર્યુ છે. અશોક ડાંગરે કોરૂ મેન્ડેડ લઇને ફોર્મ ભર્યુ છે. આથી વોર્ડ નં.૧૭માં તેઓ ઉમેદવાર જાહેર થઇ ગયા છે. અશોક ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનો ભ્રષ્ટાચાર ઉખેડીને સુશાસન લાવશું. રાજકોટના વિકાસની શરૂઆત કાવાલડ રોડ અંડરબ્રિજ આપી કોંગ્રેસ કરી હતી. ઢેબર ચોકમાં વિજયી સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તેનો આભાર માનુ છું. ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરીશું. આ સાથે જ કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપમાં ફેલાયેલી અસંતોષની આગથી પક્ષના ૭૨ કટકા ક્યારે થઇ જશે તે શહેર ભાજપ પ્રમુખને ખબર પણ નહીં પડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/