fbpx
સૌરાષ્ટ - કચ્છ

હવે માંડવીમાં યુવકને પૈસા માટે માર માર્યાનો પોલીસ પર આરોપ

કચ્છના માંડવીમાં મરિન પોલીસે એક યુવકને માર માર્યાનો બીજાે એક કિસ્સો સામે આવ્યો છે. માંડવીમાં રહેતાં વેપારી હિમાંશુ ગોસ્વામી નામના યુવકને મરિન પોલીસે માર મારવાનો બનાવ સામે આવ્યો છે. પ્રોબહિશન કેસમાં મિત્રના જામીન માટે જતાં પોલીસ દ્વારા પૈસાની માંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે પૈસા માંગ્યા પણ પુરા પૈસા ના આપતાં લાકડીથી યુવકને મારવામાં આવ્યોનો યુવકે આક્ષેપ લગાવ્યો છે. સમગ્ર બાબતે યુવાનનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલાં વિડીયોથી ફરીથી પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલો વધુને વધુ ઘેરો બનતો જાય છે. પોલીસના ઢોર મારથી એક યુવાનનાં મોત બાદ બીજા યુવાનનું પણ મોત નીપજતાં કચ્છનાં ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે. આરોપીઓને પકડીને કડક સજા કરવામાં આવે તે માટેની ચાલી રહેલી લડતમાં મુન્દ્રા, માંડવી તેમજ લખપત તાલુકાના ગઢવી સમાજનાં ગામોમાં સજ્જડ બંધ પાડીને ઘટનાને વખોડવામાં આવી હતી.

માંડવી તાલુકાના ગઢવી સમાજની વસતી ધરાવતા કાઠડા, નાના લાયજા, મોટા લાયજા, ભાડા, પાંચોટિયા, ભીંસરા, કરોડિયા, કોટાયા, નાની-મોટી ઉનડોઠ, રતડિયા મોટા, રાયણ, કોડાય, ખાખર, નાના-મોટા ભાડિયા સહિતનાં ગામોમાં બંધ પાડીને મોટી સંખ્યામાં ગઢવી સમાજના લોકો સમાઘોઘાની સભામાં જાેડાયા હતા. ચાની હોટલથી લઇને દુકાનો અને રેસ્ટોરન્ટ સહિતના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/