fbpx
ગુજરાત

કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવવા બદલ સોનલબેન પટેલને પક્ષમાંથી કરાયા છુટ્ટા

કોંગ્રેસમાં એએમસી ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે અમદાવાદના ઈન્ડિયા કોલોનીની આખી પેનલની ૨૦ લાખ રૂપિયામાં સોદાબાજી થઈ હોવાના ગંભીર આરોપ લગાવ્યા બાદ રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ધારાસભ્યો અને કોંગી મોવડી મંડળ સામે ખુલ્લેઆમ આક્ષેપ કરતા ભારે આક્રોશ, નારાજગી અને અંસતોષ ફેલાયો હતો. હાલ આ મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કરનાર મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલબેન પટેલને પક્ષમાંથી છુટ્ટા કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ઉપપ્રમુખ સોનલ પટેલને છુટ્ટા કરવાની જાહેરાત કરી છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિનો હવાલો આપીને સોનલબેનને હટાવાયા છે. તમને જણાવીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકીટ મુદ્દે સોનલબેને ૨૦ લાખ રૂપિયામાં ટિકિટની વેચાઇ હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. સોનલબેન ગુજરાત મહીલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સોનલ બેન પટેલને હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે, સોનલ બેન પટેલ ખૂબ જ સારા કાર્યકર છે, કર્મનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે, તેમની કામગીરી જાેયા બાદ તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

૫૦ ટકા મહિલા અનામત છે ત્યારે બહેન સાથે અન્યાય થયો હોય શકે છે, બે દિવસ પૂર્વે તેમની સાથે મેં વાતચીત કરી હતી. પરંતુ હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે પક્ષ વિરૂદ્ધ બોલવું અયોગ્ય છે. અન્યાય થયો હોય તો પાર્ટીમાં નિવારણ કરવું જાેઈએ. અન્યાય થાય ત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ સરખી હોતી નથી. તેમણે જણાવ્યું કે સોનલ બેને ૨૦ લાખ રૂપિયામાં ટિકીટ વહેંચાઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ જગ્યાએ પૈસા લઈ ટિકિટ આપવામાં આવી નથી. ટીકીટ રૂપિયાથી વેંચાઈ છે તો પુરાવાઓ આપો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/