fbpx
સૌરાષ્ટ - કચ્છ

લાકડાવાંઢમાં યુવાનને પાઇપ ફટકારી, બીડીના ડામ દઇ જમીન ઉપર ઢસડ્યો

રાપરના ડાવરી પાસે લાકડાવાંઢમાં ત્રણ જણાએ બહેનને ફોન કરતો હોવાનું મનદુઃખ રાખી ગેડીના યુવાનનું અપહરણ કરી તેના પગમાં પાઇપ ફટકારી તેને કાનના ભાગે બીડીના ડામ આપી જમીન ઉપર ઢસડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટનાએ રાપર પંથકમાં ફરી એક ખુન્નસભર્યો બનાવ બાલાસર પોલીસ મથકે નોંધાયો હતો. રાપરના ગેડી ખાતે રહેતા ૩૦ વર્ષીય પ્રવિણભાઇ ખોડાભાઇ રામજીભાઇ કોલીએ ફરિયાદ નોંધાવી છે કે, તા.૬/૨ ના રોજ તે પોતાના ઘરે હતા ત્યારે મંજુલા મોતી કોલીએ ફોન કરી તું મને રવેચી મંદિરેથી લઇ જા તેમ કહેતાં તેમણે મારાથી અવાય તેમ નથી.

કહેતાં તેણે બીજા કોઇને મોકલવાનું કહેતાં પ્રવિણે પોતાના કાકાઇ ભાઇ હરજી વીભા કોલીને મોકલ્યો હતો પરંતુ તેની બાઇકમાં પંક્ચર પડતાં હરજીએ પ્રવિણને રવેચી માતાજી મંદીર આવવાનું કહેતાં તેઓ રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં નિકળ્યા હતા અને ડાવરી પાસે પહોંચ્યા ત્યારે ગેડી ગામના હમીર મોતી કોલી, નારાણપરનો પાંચા સાધુ કોલી અને ટિંડલવાનો કાના સોડા કોલી બાઇક લઇને આવતાં તે ભાગ્યા હતા તેમાં તેમનો મોબાઇલ પણ પડી ગયો હતો. ત્યારબાદ ત્રણે જણાએ બળજબરીથી બાઇકમાં બેસાડી લાકડાવાંઢ લઇ ગયા હતા અને તે મારી બેનને ફોન કેમ કરે છે તું હવે તેને ફોન કરજે નહીં અને તે જે વાતો કરી છે તે બાબતે માફી તને માફી માગવી પડશે કહેતાં પ્રવિણે તારી બેન સાથે કોઇ એવી ખોટી વાત નથી

કરી માફી નહીં માંગું કહેતાં ઉશ્કેરાયેલા હમીર મોતી કોલી અને પાંચા સાધુ કોલીએ લોખંડનો પાઇપ પગની નળીમાં ફટકારતાં તે પડી ગયો હતો ત્યારબાદ તેને બે જણાએ પકડી રાખ્યો હતો અને કાના સોડા કોલીએ ડાબા કાનમાં બીડીના ડામ આપી જમીન ઉપર ઢસડી મૂઢ માર માર્યો હતો અને ત્યારબાદ તેણે બહેન મંજુલાને બોલાવી તેની પાસે ચપ્પલથી માર ખવડાવ્યો હતો અને ત્યારબાદ તેમણે પ્રવિણની માતા પાર્વતીબેનને ફોન કરી તારા દિકરાના પગ ભાંગી નાખ્યા છે જાે હવે આવું કરશે તો જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપી હતી. આ ચકચારી ઘટનામાં અત્યાચાર ગુજારનાર ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી બાલાસર પીએસઆઇ બી.જે.પરમારે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, વાગડમાં આ પ્રકારની હિંસા અવારનવાર બહાર આવતી હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/