fbpx
સૌરાષ્ટ - કચ્છ

જીતુ વાઘાણીએ સભામાં પાટીલને બદલે ફળદુને ગણાવ્યા પ્રદેશ પ્રમુખ

ભાવનગરના બોરતળાવ ખાતે આજે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા હતા. જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રાંતના અધ્યક્ષ નવા વાયબ્રેશન સાથે નવા પ્રાંણ ફૂકવાનો પ્રયત્ન કરનાર ફળદુ સાહેબ હાજર હોય ત્યાં દિલ્હી અને ગાંધીનગરની બે ગાદીઓ છે. ત્યાં સુધી આપણો જયઘોષ પહોચે તેવી કાર્યકરોને અપીલ કરી હતી. આમ જીતુભાઈ વાઘાણીએ સી.આર.પાટીલની જગ્યાએ આર.સી.ફળદુને પ્રાંતના અધ્યક્ષ એટલે પ્રદેશ પ્રમુખ ગણાવીને મોટો છબરડો વાળ્યો હતો. ભાવનગર શહેરમાં આજે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રીગણેશ બે જાહેરસભા યોજીને મુખ્યમંત્રી વિજય રૃપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યા હતા.

જેમાં ભાજપને વિજયી બનાવાનો શંખનાદ ફૂક્યો હતો. જેમાં ભાવનગર શહેરની જનતાને વચનોની લ્હાણી કરી હતી. ભાવનગર શહેરની જનતાને પીવાના પાણી માટે નર્મદાનુ જળ પ૦૦ કિ.મી. દૂરથી લાવીને બોરતળાવને છલ્લોછલ ભરી દેવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભાવનગર શહેરને સ્માર્ટ સિટી બનાવાની સાથે મેટ્રો દોડાવાના તથા ફ્લાય ઓવરબ્રિજ, કંસારા નાળા સહિતના વિવિધ પ્રોજેક્ટો માટે કરોડો રૃપિયા ફાળવવાના વચનો આપ્યાં હતાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે ત્રણ ટર્મ જીતેલા કોપોર્ેરેટરોને ટીકીટ નહી આપવાનો ર્નિણય લીધો છે. તો હું કોંગ્રેસને કહુ છુ કે, ત્રણવાર હારેલા ટીકીટ નહી આપવા જેટલી હિંમત પણ કોંગ્રેસેે દાખવી હોત તો ઘણું સારૃ થાત. ભાવનગરમાં વિશ્વનું સૌપ્રથમ સી.એન.જી.પોર્ટ બનવા જઇ રહ્યું છે.

જેને લઇ આગામી દિવસોમાં ભાવનગર વિકાસની હરણફાળ ભરશે. ભાવનગરના ફ્લાયઓવર માટે રૃા.૧૧૦ કરોડ, સહિત વિવિધ રોડ માટે નાણાં ફાળવ્યાં છે. નવા નિયમ મુજબ ૧૯ કોર્પોરેટરોએ સ્વેચ્છીક નિવૃત્ત થઈને નવા ચહેરાને તક આપી છે. રૃપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડુબતુ નાવ છે. જેમાંથી લોકો કૂદકા મારીને ઉતરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની કબરમાં છેલ્લો ખિલો મારવાનો છે. કોંગ્રેસે ઉઠેલી દુકાનની જેમ સેલ કાઢે તેવો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાવનગરના મહારાજાએ સરદાર પટેલને સૌપ્રથમ ભારતમાં ભળવાની સામેથી તૈયારી બતાવી હતી. આ યોગદાનને આજે યાદ કરીને પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/