fbpx
સૌરાષ્ટ - કચ્છ

ટ્રાન્સપોર્ટેશનને કારણે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂા.૮૭ને નજીક

ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.૮૭ને આંબવા આવ્યો છે ત્યારે ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં ભાવેણાવાસીઓ પેટ્રોલ-ડિઝલના સૌથી વધુ દામ ચૂકવે છે. આજે જ ભાવ જાેઇએ તો આઇઓસી કે ભારત પેટ્રોલયીમના ભાવ ભાવનગરમાં એક લિટરના રૂા.૮૬.૭૦ છે તેની સામે વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.૮૪.૭૭ છે. એક તો ભાવનગરમાં અન્ય મહાનગરોની તુલનામાં રોજગારીની તકો ઓછી છે અને પગાર પણ ઓછા છે ત્યારે આ ભાવવધારો પણ યુવા વર્ગ ભાવનગર છોડતો થયો છે તેનું એક કારણ ગણી શકાય. રાજકારણીઓની નિષ્ક્રિયતાથી ભાવનગરમાં લાખો વાહનો હોવા છતાં ફરી એકવાર કંપનીના ડેપો શરૂ થયા નથી.

ભાવનગર શહેરમાં અગાઉના વર્ષોમાં જૂના બંદર વિસ્તારમાં આઇઓસી અને ભારત પેટ્રોલિયમ કંપનીના ડેપો હતા. પણ બાદમાં ભાવનગરમાંથી જેમ અન્ય ધંધા-રોજગાર અન્યત્ર ખસેડાતા ગયા તેવી જ રીતે આ ડેપો પણ બંધ થઇ ગયા. આથી હાલના સમયમાં ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અમદાવાદના બારેજા, વડોદરાના ધુમાડ અને રિલાયન્સ, જામનગર ખાતેથી આવે છે. આથી સ્વાભાવિક રીતે જ પરિવહન ખર્ચને લીધે રાજ્યના અન્ય શહેરો કરતા ભાવનગરમાં પેટ્રોલ સવા રૂપિયાથી પોણા બે રૂપિયા મોંઘુ મળે છે. હાલ અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરોમાં ડેપો છે પણ ભાવનગરમાં નથી. જાે ડેપો શરૂ થાય તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટે અને પેટ્રોલ-ડિઝલ સસ્તા મળતા થાય.

આ ઉપરાંત વેટ પણ એક મોટું મહત્વપૂર્ણ કારણ છે. દરેક રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ પર વેટની ટકાવારી એક સમાન હોતી નથી. આથી જ્યાં ટકાવારી ઓછી હોય ત્યાં પેટ્રોલ સસ્તુ મળે છે. ભાવનગર છેવાડે આવેલું મહાનગર છે અને ડેપો નથી. આથી હવે એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.૮૭ને આંબવા આવ્યો છે. ત્યારે ડેપોની સુવિધા નહીં થાય તો રાજ્યમાં સૌ પ્રથમ એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.૧૦૦ ભાવનગરમાં થઇ જશે તેવી ભીતિ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/