મુખ્યમંત્રી કોરોના સંક્રમિતઃ મતદાન કરશે કે નહીં તેને લઈ ચર્ચાએ પકડ્યું જાેર

મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતાં મહાપાલિકાની ચૂંટણીમાં તેઓ મતદાન કરે તેવી શક્યતા નહીંવત છે જાે અને તો ને લઈ ચૂંટણી તંત્ર દ્વારા મુખ્યમંત્રી મતદાન માટે આવે તો મતદાનની અંતિમ કલાકમાં પીપીઈ કીટ પહેરાવી મત આપવા દેવાશે. રાજકોટના મતદાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના થતાં મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે આવશે કે નહીં તેને લઈ ઉતેજના ફેલાઈ છે આમ છતાં ચૂંટણી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના મતદાન માટેની વ્યવસ્થા ગોઠવી નાંખવામાં આવી છે.
વોર્ડ નંબર.૧૦માં મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન આવે છે. આથી વોર્ડ નંબર.૧૦થી ૧૨ના ચૂંટણી અધિકારી સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમના મતદાન મથક અનિલ જ્ઞાન મંદિરમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે મતદાનની છેલ્લી કલાકમાં પીપીઈ કીટ પહેરાવી હેન્ડ ગ્વલઝ આપી મતદાન કરવા દેવાશે. તેમજ ચૂંટણી સ્ટાફને પણ પીપીઆ કીટ આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
રવિવારે મોડી સાંજે વડોદરામાં સભા દરમિયાન વિજય રૂપાણીને ચક્કર આવતાં સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનો કોરોનો ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલાં ભીખુ દલસાણિયા, વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે.
Recent Comments