રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસમાં નયનાબા અને રેવાબા પ્રચારમાં આમને-સામને
ટ,તા.૧૬સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ જાેરશોરથી વાગી રહ્યા છે. આ ચૂંટણીમાં આખું ઘર અને પરિવાર પ્રચારમાં લાગી ગયાં હોય એવા અનેક કિસ્સા જાેવા મળી રહ્યા છે, પરંતુ એક જ પરિવારમાં જાણીતી બે મહિલા અલગ અલગ પક્ષ માટે પ્રચાર કરે એવું માત્ર રાજકોટ- સૌરાષ્ટ્રમાં જાેવા મળી રહ્યું છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરી રહી છે. નયનાબાએ જણાવ્યું કે પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ અને પારિવારિક સંબંધ પરિવારની જગ્યાએ હોય છે.
નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ હું જામનગરમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહી છું. મૂળ ગામ જામનગર હોવાથી ત્યાં પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. જરૂર પડશે તો હું રાજકોટમાં પણ પ્રચાર કરીશ. રાજકારણ. રાજકારણની જગ્યાએ હોય, પક્ષના હિતમાં કામ કરવાનું હોય છે. પછી અમે નણંદ-ભાભી મળીએ ત્યારે રાજકારણની ચર્ચા પણ કરતા નથી. ક્ષત્રિય સમાજના સંમેલનમાં રીવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના મહાસંમેલનનું આયોજન અમે કર્યું છે.
હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું ત્યારે મતદારોને મારી એટલી અપીલ છે કે આપણા વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા અને બીજા ત્રણ સભ્યને પણ મત આપી ભાજપને વિજયી બનાવીએ. આ પ્રચાર ન કહી શકાય, પરંતુ અમારી ભાઇ-બહેન તરીકેની લાગણી છે, આથી હું મારા ભાઇના સમર્થનમાં આવી છું. હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કાયમી જાેડાયેલી રહીશ.
Recent Comments