fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સાફો પહેરી ભાજપના ઉમેદવારોનો પ્રચાર શરૂ કમળની ડિઝાઇનવાળા બોરીયા બકલ અને પર્સ આપ્યા

રાજકોટ મનપાની ચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોંટીનું જાેર લગાવી રહ્યાં છે. આ વર્ષે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા નુસ્ખા અપનાવી અનોખો પ્રચાર કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની શાન સમો સાફો પહેરી વોર્ડ નંબર ૮ના ભાજપના ઉમેદવારો જનસંપર્કમાં નીકળ્યાં છે અને લોકો પાસે મતની અપીલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના ઉમેદવારો કમળના ફૂલ અને કમલમ ફ્રૂટ તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રૂટ સાથે પ્રચાર કરી ચૂક્યા છે. આજે ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સભા ગજવશે. મહિલા મતદારોને રીઝવવા માટે ભાજપે કમળની ડિઝાઇનવાળા પર્સ, બોરીયા અને બકલ આપ્યા હતા.
રાજકોટ ભાજપના ઉમેદવારો રાજકોટમાં વિવિધ વોર્ડમાં ફરી મહિલાને ભાજપના નિશાનવાળા અલગ અલગ ચીજવસ્તુ આપી રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે રૈયા રોડ ખાતે ભાજપના ઉમેદવારોએ મહિલાઓને ખાસ તૈયાર કરેલા ભાજપના કમળના નિશાનવાળા માથામાં નાખવાના બોરીયા, બકલ-પિન અને પર્સ આપી મતદાન માટે રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/