fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ચૂંટણી પહેલા જ ફોચ્ર્યુનર કારમાંથી ૨૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબી રોડ નજીક માર્કેટિંગ યાર્ડની આસપાસ ર્જીંય્ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી ફોચ્ર્યુનર કારને આંતરી હતી. કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂની ૨૪૦ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે જીજે-૧૧એસ-૯૧૬૧ નંબરની ફોચ્ર્યુનર કારમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
કારની અંદરથી મેકડોવેલ્સ કંપનીની ૭૫૦ એમએલની ૧, સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ હરિયાણા ઓન્લી અંગ્રેજીમાં લખેલી ૨૪૦ બોટલ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિમત ૯૬ હજાર થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને ફોચ્ર્યુનર કાર સહિત ૫,૯૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલ રોડ, નુરાનીપરામાં વિદેશી દારૂ ભરેલું વાહન ઊભું હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા સહિતના કાફલાએ મંગળવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો.
સવારના સમયે ધુમ્મસ હોવાને કારણે પોલીસ કાફલાને જાેઇ ચાલક તકનો લાભ લઇ નાસી ગયો હતો. બાદમાં પોલીસે જૂનાગઢ પાસિંગની બોલેરોમાં તપાસ કરતા પાછળના ભાગે મગફળીના ભૂસા ભરેલા બાચકા જાેવા મળ્યા હતા. વિદેશી દારૂની માહિતી ચોક્કસ હોય ભૂસાના બાચકા ખસેડતા નીચેથી વિદેશી દારૂની બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. બોક્સમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૬૭૩ બોટલ મળી આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/