fbpx
સૌરાષ્ટ - કચ્છ

વજુભાઇવાળાએ રાજકોટમાં મતદાન કર્યું વિધાનસભા-લોકસભાના બંધારણમાં ઉંમર નક્કી થવી જાેઇએઃ વજુભાઇ

શહેર ભાજપ પ્રમુખે કમળના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ

રાજકોટ મનપાની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇએ જણાવ્યું હતું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવી તે એક સારૂ કાર્ય છે. વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉંમર નક્કી થવી જાેઇએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વોર્ડ નં.૯માં પરિવાર સાથે મતદાન કર્યુ હતું. મતદાન કરતા સમયે કમલેશ મિરાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. કમલેશ મિરાણીએ ચહેરા પર ભાજપના નિશાન કમળવાળું માસ્ક પહેરી મતદાન કર્યુ હતું.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપામાંથી કરી હતી. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળાએ મતદાન કર્યુ હતું. તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, સારૂ કર્યુ કે આ વખતે યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. વિધાનસભાના અને લોકસભામાં પણ બંધારણમાં વર્ષ નક્કી કરવા જાેઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/